અમરેલી વધુ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ : કુલ આંક 12

06 June 2020 02:47 PM
Amreli
  • અમરેલી વધુ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ : કુલ આંક 12

રાજકોટ સારવાર લેતા અમરેલીના વૃઘ્ધનો પણ રિપોર્ટ પોઝીટીવ

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.6
અમરેલી ખાતે કોરોનાનો વધુ એક કેસ બહાર આવતાં જિલ્લામાં કોરોનાનાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 1ર સુધી પહોંચી ગયો છે.
અમરેલીનાં ચિતલ રોડ પર આવેલ ઓમનગરનાં પાછળનાં માર્ગ પરનાં મકાનમાં અમદાવાદનાં નિકોલથી એક ર3 વર્ષીય યુવક 30 મેનાં રોજ આવેલ અને આરોગ્ય વિભાગે તે યુવકને અને પરિવારજનોને હોમ કોરેન્ટાઈન કરેલ.

બાદમાં યુવકને તાવ, ઉધરસનાં લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવેલ અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે યુવકનાં સંપર્કમાં આવેલ તમામની ઓખળ શરૂ કરી છે અને તેનાં રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય અને પાલિકા વિભાગ ઘ્વારા યુવકનાં ઘર આસપાસ દવા છંટકાવની પણ કામગીરી કરવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.

અમરેલીની અવધરેસીડેન્સીમાં રહેતા એક વૃઘ્ધનો રિપોર્ટ રાજકોટ ખાતે સારવાર દરમિયાન પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તેમના નિવાસ સ્થાન નજીક કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

જો કે સત્તાવાર રીતે અમરેલીમાં આજે એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ હોવાનો દાવો કરાયો છે. અવધ રેસીડેન્સીનાં વૃઘ્ધનાં રિપોર્ટ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.


Loading...
Advertisement