ભચાઉમાં સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

06 June 2020 02:47 PM
kutch
  • ભચાઉમાં સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

(ગની કુંભાર) ભચાઉ તા.6
પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી (સરહદી રેન્જ ભૂજ) તથા પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડ (પૂર્વ કચ્છ ગાંધીધામ)ની મિલ્કત સંબંધી વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પો.ઈ. એચ.આર.વાઘેલા તથા સ્ટાફના માણસોએ ભચાઉ પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.નં. 11993004200557/2020 ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુનો તા.30-5ના જાહેર થયો હતો.
આ કામે ફરીયાદી શાંતિબેન હોથીભાઈ કોલી (રહે. શાળા નં.8ની બાજુમાં નવી ભચાઉ)ના ઘરમાંથી કોઈ અજાણ્યા ઈસમે સોનાના દાગીના જેમા કાનની બુટી-2, કાનની શેર-2 તથા નાકમાં પહેરવાના દાણા-5 એમ કુલ દોઢ તોલાના સોનાના દાગીના જેની કુલ કિં. 60,000 ચોરી થયેલ.
જે અંગે ગુનો દાખલ કરી તપાસ દરમ્યાન પો.કો. ભાવિનભાઈ બાબરીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે ફરીયાદીનો દીકરો કમલેશ હોથીભાઈ કોલીએ ચોરી કરેલાનો શક છે જે આધારે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલ ફરીયાદીના દીકરા કમલેશ હોથીભાઈ કોલી (ઉં.30) રહે. શાળા નં.8ની બાજુમાં નવી ભચાઉવાળા પાસે ચોરીમા ગયેલ તમામ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી ઈન્ચાર્જ પો.ઈ. એચ.આર.વાઘેલા, પો.સ.ઈ. સી.બી.રાઠોડ, પો.હેડ કોન્સ. મયુરસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ આલ તથા પો.કો. ભાવિનભાઈ બાબરીયા તથા પો.કો. જનકભાઈ લકુમ તથા પો.કો. ભવાનભાઈ ચૌધરીએ સાથે રહી કરવામા આવી હતી.


Loading...
Advertisement