ગુરૂ આશ્રમ બગદાણા ખાતે એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય

06 June 2020 02:30 PM
Bhavnagar Dharmik
  • ગુરૂ આશ્રમ બગદાણા ખાતે એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય

આગામી તા.5મી જુલાઇના ગુરૂ પૂર્ણિમાનો મહોત્સવ યોજાશે નહી

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.6
ભાવનગર નજીક ના શ્રદ્ધાના કેન્દ્ર સમા પ્રસિદ્ધ ગુરૂ આશ્રમ - બગદાણા ખાતે આવતા દરેક શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ , યાત્રિકો ને જણાવાવનું કે , વિશ્વવ્યાપી કોરોના મહામારી ને ધ્યાને લઈ સરકારના નિર્દેશાનુસાર ગાઈડલાઈન મુજબ તા .08 ને સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની છુટછાટ આપવામાં આવી છે , જેના અનુસંધાને આજરોજ ટ્રસ્ટીઓની મીટીંગ મળેલ.

જેમાં કોરાના મહામારીને ધ્યાને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ ગુરૂ આશ્રમ - બગદાણા ખાતે દર્શનાર્થીઓ માટે પુરતી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય , તેમજ કોરોના મહામારી ને ધ્યાને લઈ પુરતી તકેદારી રાખવાની હોય અને અવ્યવસ્થા ઉભી થાય તેમ હોય માટે હાલ એક માસ માટે દર્શન વિભાગ , ભોજનશાળા , ધર્મશાળા , ચાવિભાગ બંધ રાખેલ છે.તેમજ તા.5/7/ 2020ના રોજ ગુરૂપુર્ણિમાંનો મહા - ઉત્સવ પણ કોરોના મહામારી ને ધ્યાને લઈ બંધ રાખેલ છે.

આગળના સમયમાં ટ્રસ્ટીઓ દ્વારા મીટીંગ કરી ગુરુ આશ્રમ મંદીર ખોલવા અંગેનો નિર્ણય કરાશે , જેની દરેક દર્શનાર્થીઓ ખાસ નોંધ લેવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement