ભાવનગરમાં 12 વર્ષના બાળકે કોરોનાને હરાવ્યો : 18 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર

06 June 2020 02:22 PM
Bhavnagar
  • ભાવનગરમાં 12 વર્ષના બાળકે કોરોનાને હરાવ્યો : 18 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર

બહારના જિલ્લામાંથી આવેલા જ લોકોએ કોરોના વકરાવ્યો

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.6
ભાવનગર જિલ્લામા 3 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 133 થવા પામી છે. ગારીયાધારના મોટા ચરોડિયા ગામ ખાતે રહેતા 37 વર્ષીય હિતેશ ઘોહાભાઈ બરવાળીયા તેમજ ભાવનગરના આનંદનગર ખાતે રહેતા 20 વર્ષીય હાર્દિક ગિર્ધનભાઈ સોલંકી તથા 23 વર્ષીય કપિલભાઈ ગિર્ધનભાઈ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશ બરવાળીયા સુરતથી ભાવનગર આવેલ હતા. જ્યારે હાર્દિક ગિર્ધનભાઈ સોલંકી તથા કપિલભાઈ ગિર્ધનભાઈ સોલંકી અગાઉ પોઝીટીવ આવેલ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમા આવ્યા હતા. જેમને તાવ અને કફ જેવા લક્ષણો જણાતા તેમનો રીપોર્ટ કરવામા આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જ્યારે આજરોજ એક કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.26 મે ના રોજ હાથબ ગામ ખાતે રહેતા 12 વર્ષીય આકાશભાઈ પ્રવિણભાઈ ધાપાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તે માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.

આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 133 કેસ પૈકી હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ 10 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Loading...
Advertisement