પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી ધોરાજીની કોર્ટ

06 June 2020 02:14 PM
Dhoraji
  • પોકસોના કેસમાં આરોપીની જામીન  અરજી રદ કરતી ધોરાજીની કોર્ટ

ધોરાજી તા.6
પોકસોના કેસમાં આરોપી આનંદભાઇ શાંતિભાઇ માકડીયાની જામીન અરજી ધોરાજીની કોર્ટએ રદ કરી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે આરોપી આનંદભાઈ શાંતિભાઈ માકડીયા એ તેમના પારિવારિક ભાણેજ સાથે દુષ્કૃત્ય આચર્યું હતું અને આ દુષ્કૃત્ય મેને લઈને તેમની ઉપર ગુનો નોંધી ધરપકડ કરવાના આવેલી હતી. જે અંગેની જામીન અરજીની સુનાવણી ધોરાજીના મહેરબાન સ્પેશ્યલ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવેની કોર્ટમાં કરાયેલ હતી અને આ ઓનલાઇન હિયરિંગ થયેલું ઓનલાઇનમાં આરોપી તરફે રજૂઆત કરવામાં આવેલી કે બનાવ સમયે ભોગ બનનારે અલગ જગ્યાએ હતા. પારિવારિક મિલકત નો લાભ લેવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલી છે.
આ વખતે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે બનાવ વખતે ભોગ બનનાર સગીર વયના છે તેથી આ આખું પ્રકરણ પોક્સો એક્ટ હેઠળ જ ચાલે અને વિશેષમાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે માસા અને ભાણેજ જેવા સંબંધ હોય આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો તે તપાસને વિપરીત દિશામાં લઈ જાય તેમ છે આરોપી તરફથી એક સોગંદનામું રજૂ કરવામાં આવેલું હતું તેને પણ સરકારી વકીલ તરફથી ન સ્વીકારવા અને આરોપી જેલમાં બેઠા બેઠા પણ તપાસ ને ગૂંચવાડાભરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરેલ.
આ તમામ સંજોગો અને દલીલો ધ્યાને લઇ નામદાર સ્પેશિયલ પોક્સો જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ કરાવેલ હતું કે દલીલમાં મિલકતના વારસાઈ પ્રશ્નોની તકરાર લેવામાં આવેલી છે પરંતુ તે મતલબનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી અને મિલકત માટે કોઈ પોતાની દીકરીની આબરુ અંગેની ખોટી ફરિયાદ કરે તેવું હાલના તબક્કે માની શકાય નહિ આ બધી હકીકતો ને ધ્યાને લઇ અને સ્પેશિયલ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબે આરોપીની જામીન અરજી રદ કરી હતી.


Loading...
Advertisement