ગોંડલના નોંધુ પીપળીયાના લાંચ રૂશ્વતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

06 June 2020 02:11 PM
Gondal
  • ગોંડલના નોંધુ પીપળીયાના લાંચ રૂશ્વતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

(દિલીપ તનવાણી)
જેતપુર તા.6
ગોંડલના નોંધુ પીપળીયાના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે.
આ કેસની વિગતો એવી છે કે તા.31/3/2019ના રોજ આરોપી નં.1 ભૂપતભાઇ માવજીભાઇ પરમાર નોંધુ પીપળીયા ગામમાં સરપંચના પદાધિકારી તરીકે હોદો ધરાવતા હતા અને આ કામના ફરિયાદી બાબુભાઇ બટુકભાઇ શીયાળ કે જેઓ ગ્રામ મિત્ર વેતનના માસિક રૂા.1000 લેખે (જુલાઇ-2008 થી જાન્યુઆરી 2009) સુધીના કુલ રૂા.6,703 મેળવવા માટે તલાટી મંત્રીને મળતા તેઓએ જણાવેલ કે આરોપી નં.1 સરપંચ તેના ચેકમાં સહી કરવાની ના પાડેલ.જેથી ફરિયાદી, સરપંચને મળતા સરપંચે તેના પગારના 30% લેખે રૂા.21,00ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂા.2000ની લાંચની માંગણી કરી જે રકમ પંચ નં.1ની હાજરીમાં આરોપી નં.1 ભૂપતભાઇ માવજીભાઇ પરમારના કહેવાથી આરોપી નં.2 હેમતભાઇ માવજીભાઇ પરમાર નાએ તા.31/3/09ના રોજ કલાક 18:15 વાગ્યે રકમની માંગણી કરી સ્વીકારી અને રેડ દરમ્યાન આરોપી નં.1ના કહેવાથી આરોપી નં.2 પાસેથી મળી આવેલ આરોપી નં.1 કહેવાથી આરોપી નં.2નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારીમાં આરોપી નં.1નાએ પોતાના આર્થિક ફાયદા માટે પદાધિકારી તરીકેના હોદાનો દુરૂપયોગ કરેલ.
તે રીતે તેઓની સામે લાંચ લેવા સબબનો કેસ ગોંડલ એડીશ્નલ સેશન્સ કોર્ટમાં આરોપીઓ સામે ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ 1988ની કલમ 7, 12, 13 (1), (ધ) તથા કલમ-13 (2) મુજબ ચાલેલ હતો.
આ કેસમાં કાયદાકીય મુદાઓ ઉઠાવી અને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જુદા-જુદા ચૂકાદાઓ રજુ કરી અને આરોપીઓ તરફે જોરદાર દલીલો કરેલી. જે દલીલો માન્ય રાખી ગોંડલના એડીશ્નલ સેશન્સ જજ એમ.પી.પુરોહિત આરોપી નં.1 ભૂપતભાઇ માવજીભાઇ પરમાર તે નોંધુ પીપળીયા સરપંચ તરીકેની ફરજ બજાવતા હતા. આરોપી નં.2 હેમંતભાઇ ભુપતભાઇ પરમાર બંને આરોપીઓને લાંચ રૂશ્વતધારાના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આરોપીઓ તરફે જેતપુરના સીનીયર એડવોકેટસ આર.આર.ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી.વાઘેલા, પી.જી.સિંધવડ, એન.કે.પરમારને રોકવામાં આવેલા હતા.


Loading...
Advertisement