ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એકાદ ઈંચ જેવો વરસાદ

06 June 2020 12:56 PM
Bhavnagar
  • ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એકાદ ઈંચ જેવો વરસાદ

સવારથી વાદળીયુ વાતાવરણ; વાતાવરણમાં ઠંડક

(વિપુલ હિરાણી) ભાવનગર તા.6
ભાવનગરમાં હળવા-ભારે ઝાપટાથી લઈ અર્ધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડયો છે. શહેર-જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે. ભાવનગર શહેરમાં મોડીરાત્રે ભારે પવન સાથે એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જયારે મહુવા, ઘોઘા, તળાજામાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ પડયો છે. જયારે જિલ્લાના અન્ય તાલુકામા હળવા-ભારે ઝાપટા વરસી ગયા છે.

ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમ્યાન ભાવનગરમાં 21 મી.મી., મહુવામાં 19 મી.મી., ઘોઘામાં 17 મી.મી., તળાજામા 12 મી.મી., ઉમરાળામા 7 મી.મી., ગારીયાધારમા 4 મી.મી., પાલીતાણામાં 2 મી.મી.વરસાદ નોંધાયો છે.

સમગ્ર ભાવનગર જિલ્લામા આજે શનિવારે પણ સવારથી જ વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યુ છે અને વરસાદની શકયતા છે. વરસાદી માહોલ બંધાતા ગરમીમાં રાહત થઈ છે અને વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.


Loading...
Advertisement