સખ્ત લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ઓછું નુકશાન

06 June 2020 12:41 PM
India World
  • સખ્ત લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ઓછું નુકશાન

લોકડાઉન અચ્છે હૈ! : સ્વીડન, ન્યુઝીલેન્ડ, દ.કોરિયા જેવા દેશોએ આંશિક લોકડાઉન લાદતા અર્થવ્યવસ્થાને નુકશાન: લોકડાઉનમાં ધીરે ધીરે રાહત આપવાની ભારત-ચીનની રણનતિ પ્રેરણાદાયી

લંડન તા.6
મોટેભાગે એવું માનવામાં આવે છે કે કોરોના મહામારીના પગલે આવેલું લોકડાઉન અર્થવ્યવસ્થા માટે નુકશાનકારક રહ્યું છે પરંતુ એક અભ્યાસ એવો બહાર આવ્યો છે કે જે દેશોએ આંશિક લોકડાઉન લગાડયું છે તેની તુલનામાં સખ્ત લોકડાઉન લગાડનાર દેશો માટે લોકડાઉન અર્થવ્યવસ્થા માટે સફળ રહ્યું છે. લંડન કોલેજ યુનિવર્સિટી અને શિંગુઆ યુનિવર્સિટીના 141 દેશોના અધ્યયનમાં આ બાબત બહાર આવી છે.

સ્વીડન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા જેવા દેશોએ શરૂઆતના દોરમાં સખ્તાઈથી લોકડાઉન નહોતું લાગુ કરેલું અને જયારે કોરોનાના કેસમાં ઝડપથી ઉછાળો આવ્યો તો તેઓ લોકડાઉન લાગુ કરવામાં મજબૂર બન્યા હતા. આથી આ દેશો અર્થવ્યવસ્થાને થતુ વધુ નુકશાનથતું રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

સંશોધકોએ બે-અઢી મહિનાના સખ્ત લોકડાઉન બાદ ધીરે ધીરે રાહત આપવાની ભારત-ચીનની રણનીતિ પર મોહર લગાવી હતી.એકાએક અર્થવ્યવસ્થા ખોલી નાખવાથી બીજી વાર લોકડાઉન લાદવાની નોબત આવી શકે છે.

મુખ્ય સંશોધક ડેબો ગુઆને કહ્યું હતું કે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા માટે લોકડાઉનનો સમયગાળો તેની તીવ્રતાથી વધુ મહત્વ રાખે છે. કારોબાર જૂનો સ્ટોક કે નવું બજાર શોધીને થોડા સમયમાં ઝટકો સહન કરી શકે છે. આવું સંક્ષિપ્ત લોકડાઉન તે દેશ કે વૈશ્વીક પુરવઠા શૃંખલાને ઓછું નુકશાન પહોંચાડે છે. સશોધનના સહલેખક સ્ટીવન ડેવીસે કહ્યું હતું કે દુનિયામાં એક રણનીતિની સાથે બે મહિનાનું સખ્ત લોકડાઉન ઓછી ખોટનું રહેશે. જયારે વિભિન્ન દેશોમાં અલગ અલગ સમયે લોકડાઉનથી વૈશ્વીક અર્થવ્યવસ્થા 60 ટકા સુધી નીચે આવી શકે છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર લોકડાઉન ન લગાવનાર દેશો પણ લાભમાં કોરોનાથી પ્રભાવિત નથી તેવા દેશોની અર્થવ્યવસ્થાને 20 ટકા વધુ નુકશાન થયેલું. તેમણે માંગ ઘટવા અને પુરવઠા શૃંખલામાં રૂકાવટની નુકશાની ભોગવવી પડી હતી.


Related News

Loading...
Advertisement