રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે

06 June 2020 11:45 AM
Ahmedabad Gujarat Politics
  • રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે
  • રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે
  • રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે
  • રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે
  • રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : ધારાસભ્યોને ઝોનવાઈઝ સલામત કરશે

ભાજપે રાજ્યસભાનું ગણિત પાકુ કરી લીધું પરંતુ કોંગ્રેસને શક્ય તેટલું વધુ ડેમેજ કરવાના મૂડમાં : સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટની નિલસીટી ક્લબમાં ખસેડાયા : પરેશ ધાનાણી પણ પહોંચ્યા : અર્જુન મોઢવાડીયા જવાબદારી સંભાળશે : દક્ષિણ-મધ્ય અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને પણ અલગ-અલગ કેમ્પમાં રાખવા લકઝરી બસો દોડવા લાગી : જરુર પડે રાજસ્થાન સરકારની પણ મદદ લેવાશે

રાજકોટ,તા. 6
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તેની સાથે જ ફરી એક વખત શરુ થયેલી રાજકીય તોડફોડમાં છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવી જતાં હવે ભાજપ માટે રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવાનું સરળ બની ગયું છે પણ કોંગ્રેસને તોડવાની રણનીતિ આગળ ધપાવીને ભાજપ હજુ પણ આગામી દિવસોમાં કોંગ્રેસનાં ચારથી પાંચ ધારાસભ્યોને નિશાન બનાવે તેવી શક્યતા હોવાથી કોંગ્રેસે સાવધ થઇને તેના ધારાસભ્યોને હવે એક જ જગ્યાએ એકત્ર કરવાને બદલે નવી રણનીતિ હેઠળ ઝોનવાઈઝ ધારાસભ્યોને વહેચી દેવાનો નિર્ણય લીધો છે

અને તેના ભાગરુપે ગઇકાલે રાજકોટના પૂર્વ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિલસિટી ક્લબમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્યો એકત્ર થવા લાગ્યા છે અને રાત્રિના વિપક્ષના નેતા તથા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના અગ્રણીઓ પણ નિલસિટી પહોંચી ગયા છે. કોંગ્રેસ પક્ષે તેના ધારાસભ્યોને સાચવવાની એકંદરે જવાબદારી સિધ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોરને સોંપી છે અને તેઓએ ચાર ઝોન મુજબ તેના 65 ધારાસભ્યોને અકબંધ રાખવા હવે રણનીતિ ઘડી છે.

અને તે મુજબ ધારાસભ્યોને રાજ્ય અને રાજ્ય બહાર ખસેડાશે અને તા. 26નાં રોજ સીધા મતદાન સમયે જ ગાંધીનગરમાં એકત્ર કરાશે તેવા સંકેત છે. કોંગ્રેસ માટે હવે રાજ્યસભાની સીટ બચાવવા કરતાં ધારાસભ્યોને બચાવવા મહત્વનું બની ગયું છે અને હવે તે આ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યું છે. ભાજપે તો તેની ત્રણ બેઠકો માટે મત સિક્યોર કરી લીધા છે.

કોંગ્રેસ પાસે હાલના 65 અને 1 અપક્ષ જીજ્ઞેશ મેવાણીનાં મતથી બે બેઠકો જીતી શકાય તેમ નથી. વધુ ચાર મત કોંગ્રેસને જરુરી છે. વિધાનસભામાં હાલ કુલ 8 બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે અને બે બેઠકો કોર્ટ વિવાદના કારણે ખાલી છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે ફક્ત કોંગ્રેસને દોડતી રાખવા માટે જ તેના વધુ ધારાસભ્યોને ખેડવવાની શક્યતા તપાસવા નેતાઓને જણાવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ હવે રહી-રહીને એકશનમાં આવી હોય તેવા સંકેત તૈયાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં પ્રવાહી સ્થિતિ હોવા છતાં અને તેના ધારાસભ્યો ભાજપના સોફટ ટાર્ગેટ છે તેવી નિશ્ચિત સ્થિતિ છતાં પક્ષે પોતાના ધારાસભ્યોને યોગ્ય રીતે સાચવવાની ચિંતા કરી નહીં અને તેના કારણે વધુ ત્રણ ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે પરંતુ હવે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ એકશનમાં આવ્યા છે અને ઝોનવાઈઝ ધારાસભ્યોને અલગ અલગ સ્થળે પહોંચાડી રહ્યા છે.

ઉતર ગુજરાતના ધારાસભ્યોને બપોર સુધીમાં અંબાજી પહોંચવાનું છે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો માટે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાઇ છે.જો કે આ રીતે ધારાસભ્યોને અલગ કરવા છતાં કેવી રીતે તેમને બચાવી શકાશે તે પણ એક પ્રશ્ન છે.

નિલસીટીમાં સૌરાષ્ટ્રના તમામ 18 ધારાસભ્યો બપોર સુધીમાં પહોંચી જશે
ગુજરાત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા અને ભાજપને મદદ કરવાની ખાતરી આપી દીધી છે તેનાથી એક તરફ ભાજપનું પક્ષાંતરનું માઈક્રો મેનેજમેન્ટ કેવું કામ કરે છે તે નિશ્ચિત કરે છે તો કોંગ્રેસનાં નેતાઓને વધુ એક વખત ઉંઘતા ઝડપવામાં ભાજપ સફળ રહ્યો છે તે નિશ્ચિત છે. સુત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ હવે જે ઓપરેશન કરે છે તેનો કોઇ અર્થ નથી. ભાજપે જેઓને ભાજપ સાથે જવાનું છે તેઓ તા. 26 સુધીમાં જઇ શકે છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો નિલસીટીમાં રોકાશે. હાલ લલીત વસોયા, લલીત કગથરા ઉપરાંત વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા, કચ્છ રાપરના ધારાસભ્ય બચુભાઈ એ છે કે પૂર્વ પાસ નેતા અને કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલ રાજકોટ પહોંચી રહ્યા છે અને તેઓ સીધા નિલસીટી ખાતે જશે.

સલામતીની શોધ
ગુજરાતમાં ભાજપ ફરી એક વખત ધારાસભ્યોનાં શિકાર કરવા નીકળી પડયો છે. તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોને સલામત રાખવા માટે આજે ફરી એક વખત પક્ષના પૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટ પક્ષને સલામત લાગ્યો છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના અગ્રણીઓે ગઇકાલ રાત્રિથી જ નિલસીટી રિસોર્ટમાં આગમન શરુ કરી દીધું હતું અને હવે તા. 26 સુધી સૌરાષ્ટ્રનાં 18 કોંગ્રેસી ધારાસભ્યો અહીં જ રોકાશે.(તસવીર - દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement