વિજબિલ, શાળા ફી, કિસાન લોન મામલે સરકારને ભીડવવા કોંગી ધારાસભ્યો સજજ

06 June 2020 11:15 AM
Bhavnagar
  • વિજબિલ, શાળા ફી, કિસાન લોન મામલે સરકારને ભીડવવા કોંગી ધારાસભ્યો સજજ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 6
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે ગુજરાત ના પોતાના ધારાસભ્યો, જિલ્લા પક્ષ પ્રમુખોની એક તાકીદની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં જિલ્લાના તળાજા ના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ ’સંદેશ’ સાથેની ટેલિફોનિક વાતમાં પેટ છૂટી વાત કરી હતી.

તેઓએ શબ્દો ચોર્યા વગરજ જણાવ્યું હતું કે આગામી રાજ્યસભાની ચૂંટણી ને લઈ ભાજપે જે તડજોડ ની નીતિ અપનાવી છે તેને લઈ આ વખતે રાજ્ય બહારના બદલે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રાંત વાઇઝ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ના ધારાસભ્ય સૌરાષ્ટ્રના કોઈ એક સ્થળે. ઉત્તર ગુજરાતના એ વિસ્તારના કોઈ એક સ્થળે ભેગા કરી રાખવામાં આવશે. આ રીતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવશે. જરૂર જણાયે ફોન કરી બોલાવવામાં આવશે.ક્યારે બોલાવશે તે હજી નક્કી કરવામાં આવ્યૂ નથી.

કનુભાઈ બારૈયા એ ઉમેર્યું હતું કે આજની બેઠકમાં કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રશ્નોને લઈ ભીડવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની સ્કુલ ફી, વિજતંત્ર દ્વારા આપવામાં આવેલ બિલમાં ચાર માસના યુનિટ નોંધી વધુ નાણાં વસૂલવા,લોનની જાહેરાત કરી લોન મળતી નથી,
મજૂરોના ખાતામાં સરકાર રૂપિયા નાખે,ખેડૂતો સહિતના વિવિધ પ્રશ્નોને લઈ લોકો સમક્ષ કોંગ્રેસ જશે.


Loading...
Advertisement