શેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ 271 પોઈન્ટ ઉંચકાયો; 34000ને પાર

05 June 2020 06:30 PM
Business
  • શેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ 271 પોઈન્ટ ઉંચકાયો; 34000ને પાર

મુંબઈ શેરબજારમાં આજે ફરી તેજીનો વલાંક આવી ગયો હતો. હેવીવેઈટ શેરોની હુંફે સેન્સેકસ 271 પોઈન્ટના ઉછાળાથી 34000ને પાર થઈ ગયો હતો.
શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક બન્યુ હતું. નૈઋત્ય ચોમાસુ સંતોષકારક રહેવાની આગાહીની સારી અસર હતી. અર્થતંત્ર ઝડપથી પાટે ચડવાના આશાવાદનો પડઘો પડયો હતો.
શેરબજારમાં આજે ટાટા મોટર્સ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, લાર્સન વગેરેમાં સુધારો હતો. ટીસીએસ, હિન્દ લીવર, ઈન્ફોસીસ, નેસલે તથા સીપ્લા નરમ હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 211 પોઈન્ટના ઉછાળાથી 34252 હતો જે ઉંચામાં 34405 તથા નીચામાં 33958 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 103 પોઈન્ટના ઉછાળાથી 10132 હતો. જે ઉંચામાં 10177 તથા નીચામાં 10400 હતો.


Related News

Loading...
Advertisement