સોની બજારમાંથી બંગાળી કારીગર વેપારીનું રૂા.8.25 લાખનું સોનુ લઇ રફુચક્કર

05 June 2020 06:29 PM
Rajkot Crime
  • સોની બજારમાંથી બંગાળી કારીગર વેપારીનું રૂા.8.25 લાખનું સોનુ લઇ રફુચક્કર

લોકડાઉન ખુલ્યુ એટલે બંગાળી કારીગર તેના 20 સાથીદારો સાથે બસ દ્વારા બંગાળ ભાગી ગયો : અનેક વેપારીનું ફૂલેકુ ફેરવ્યાની ચર્ચા : પોલીસે તપાસ આદરી

શહેરના સોની બજારમાંથી સોની વેપારીઓનું લાખોનું સોનુ લઇને અનેક બંગાળી કારીગર ભાગી ગયાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. સોની બજારમાં એક જવેલર્સનાં વેપારીએ લોકડાઉન પૂર્વે બંગાળી કારીગરને 165 ગ્રામ રૂા.8.25 લાખનું સોનુ દાગીના બનાવવા આપ્યું હતું. ત્યારબાદ લોકડાઉન બાદ ચોથા રાઉન્ડમાં દાગીના લઇ તેના કારીગરો સાથે કયાંક રફુચક્કર થઇ જતાં વેપારીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. આ બનાવ મામલે કોઠારીયા ચોકીના સ્ટાફે આ ઘટના મામલે વધુ તપાસ આરંભી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની જનતા સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં ગોલ્ડન માર્કેટમાં શ્રીજી જવેલર્સ નામે શો રૂમ ચલાવતા નીતિનભાઇ નલીનભાઇ બારભાયા (સોની) (ઉ.વ.પ4) નામના સોની વેપારીએ એ-ડીવીઝન પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં અલગ-અલગ કારીગરોને સોનુ આપી દાગીના બનાવવા આપે છે. ત્યારબાદ તેની પાસેથી માલ બનાવીને વેપારીઓને વહેંચીએ છીએ. તા.18/3ના રોજ બંગાળી કારીગર સુજાન કાળીપદા સેતરા કે જેઓ સવજીભાઇની શેરીમાં વ્રજમેન્સન-301 તેમજ 305માં કામ કરતો હતો. તેની સાથે અન્ય કારીગરો પણ હતા. આ કારીગર સાથે છેલ્લા એક વર્ષથી ઓળખાણ હોય જેથી તેમને 165 ગ્રામ સોનુ સુઇ-ધાગા બનાવવા આપ્યું હતું. જેની અંદાજીત કિંમત રૂા.8.25 લાખની થાય છે. તેમણે એક અઠવાડીયામાં પાછુ આપવાની વાત કરી હતી. પરંતુ લોકડાઉન થઇ જતાં કામ ધંધા કરી ઘરે રહેવુ પડયું હતું.
ત્યારબાદ બજાર ખુલ્યાનાં ચારેક દિવસમાં કામ પુરૂ કરી દાગીના આપી દેશે તેમ વાત કરી હતી. ત્યારબાદ તા.27/5ના રોજ તેેને ફોન કરતાં ફોન લાગ્યો નહી અને ત્યારબાદ દુકાનમાં કામ કરતા સ્ટાફને તપાસ માટે મોકલતા આરોપીઓ દ્વારા તેના વતનમાં ભાગી ગયા હતા. આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે તપાસ આદરી છે.


Related News

Loading...
Advertisement