ત્રણ એરપોર્ટને ટેકઓવર કરવા માટે અદાણી ગ્રુપે 6 મહિનાનો સમય માંગ્યો

05 June 2020 06:04 PM
Business India
  • ત્રણ એરપોર્ટને ટેકઓવર કરવા માટે અદાણી ગ્રુપે 6 મહિનાનો સમય માંગ્યો

ગયા વર્ષે અદાણી ગ્રુપે બોલી લગાવી હતી : લોકડાઉનનો હવાલો આપીને અદાણીની રજુઆત

નવી દિલ્હી તા.5
કોરોના વાયરસ મહામારીનો હવાલો આપીને અદાણી ગ્રુપે લખનૌ, મેંગ્લોર અને અમદાવાદ એરપોર્ટને ટેકઓવર કરવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા પાસે 6 મહિનાનો સમય માંગ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે એએઆઈએ વર્ષ 2019માં પોતાના 6 એરપોર્ટ અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, મેંગ્લુરુ, જયપુર અને ગુવાહાટી માટે બોલી લગાવી હતી. અને આ છ એરપોર્ટ માટે સૌથી મોટી બોલી લગાવનારું અદાણી ગ્રુપ હતું. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. આ સંજોગોમાં અદાણી ગ્રુપે લખનૌ, મેંગ્લોર અને અમદાવાદ એરપોર્ટને ટેક ઓવર કરવા માટે 6 મહિનાનો સમય માંગ્યો છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાને લખેલા એક પત્રમાં અદાણી ગ્રુપે માંગ કરી છે કે ત્રણ એરપોર્ટ માટે 1000 કરોડ રૂપિયાની જે એસેટ ટ્રાન્સફર ફીઝ આપવામાં આવી છે તેને જમા કરવા માટેની મર્યાદા ઓગષ્ટ 2020 થી વધારીને ડિસેમ્બર 2020 કરી દેવામાં આવે.


Related News

Loading...
Advertisement