નવા શૈક્ષણિક વર્ષથી 20 નવી સંસ્થાઓ સ્પોર્ટસ યુનિ. સાથે જોડાશે : મુખ્યમંત્રી

05 June 2020 05:10 PM
Rajkot India Sports
  • નવા શૈક્ષણિક વર્ષથી 20 નવી સંસ્થાઓ સ્પોર્ટસ યુનિ. સાથે જોડાશે : મુખ્યમંત્રી
  • નવા શૈક્ષણિક વર્ષથી 20 નવી સંસ્થાઓ સ્પોર્ટસ યુનિ. સાથે જોડાશે : મુખ્યમંત્રી
  • નવા શૈક્ષણિક વર્ષથી 20 નવી સંસ્થાઓ સ્પોર્ટસ યુનિ. સાથે જોડાશે : મુખ્યમંત્રી

ડીઝીટલ ઇન્ડીયાના માધ્યમથી દિક્ષાંત કાર્યક્રમ યોજી નવી પહેલ કરતી સ્પોર્ટસ યુનિવર્સિટી : યુનિ.ના 508 છાત્રોને નેશનલ એકેડેમીક ડિપોઝિટોરીનાં માધ્યમથી પદવી એનાયત : સ્પોર્ટસ એજ્યુ. ફોર ઓલના મિશનને સાર્થક કરવા કુલપતિ ડો. રાણા દ્વારા શપથ લેવડાવાયા : વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની ફરજો નિભાવવા આચાર્ય દેવવ્રતજી દ્વારા થયેલી હાકલ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપીલ દેવ , ઓલમ્પીક મેડાલીસ્ટ પૂર્વ કેન્દ્રીયમંત્રી રાજયવર્ધનસિંઘ રાઠોડનું પ્રેરક ઉદબોધન

રાજકોટ,તા. 5
પ્રધાનમંત્રીના કોરોના સોની લડાઈના સુત્ર હમે રુકના નહીં હૈ, હમે ઝુકના નહીં હૈને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાના માર્ગદર્શન અને કુલસચિવ સંજય જોષીનાં આયોજન થકી વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિક્ષાંત કાર્યક્રમ યોજીને દેશ અને દુનિયામાં નવી પહેલ કરેલ છે.

ગઇકાલે રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, રમતગમત મંત્રી, પદ્મભૂષણ કપીલ દેવ અને પદ્મશ્રી રાજ્યવર્ધન રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં યુનિવર્સિટી ખાતે પોતાનો અભ્યાસપૂર્ણ કરેલ 508 વિદ્યાર્થીઓને નેશનલ એકેડેમીક ડિપોઝિટોરીના માધ્યમથી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના જીવનનાં ઉતરદાઈત્વ તૈતરીય ઉપનિષદના શ્ર્લોક દ્વારા સમજાવવામાં આવેલ અને તેમને તેમના સમાજ પ્રત્યેની ફરજો નિભાવવાની હાકલ કરેલ. આ યુનિવર્સિટીએ ખેલકુદ અને શિક્ષણ બન્ને ક્ષેત્રે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ ઉભી કરી છે તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરેલ.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા હાલનાં સમયમાં જ્યારે વિશ્ર્વ કોરોના વાઈરસના વ્યાપક અને ઝડપી સંક્રમણના પડકાર વચ્ચે ઝઝૂમી રહ્યું છે ત્યારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ આ પ્રકારનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં આફતને અવસરમાં બદલવાનાં સંકલ્પને સાર્થક કરે છે.

પદવી પ્રાપ્ત કરવાવાળા 508 વિદ્યાર્થીઓ ભારતના 16 જુદા જુદા રાજ્યનાં હોઇ આ અનેકતામાં એકતા દર્શાવે છે. મુખ્યમંત્રી દ્વારા તેઓને પોતાના વ્યવસાયમાં પ્રવૃત થઇ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી દ્વારા આ શૈક્ષણિક વર્ષથી નિયમાનુસાર 20 નવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે જોડાવાની હોય હવે ખમીરવંત ગુજરાતના રમતગમતના તજજ્ઞો સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કરશે.

આ કાર્યક્રમમાં ભારતની 1983 ક્રિકેટ વિશ્ર્વકપ ટીમના કપ્તાન એવા પદ્મભૂષણ કપિલ દેવ વિડીયો માધ્યમથી ઉપસ્થિત રહેલ અને તેમને કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાને અભિનંદન પાઠવી વિશ્વાસ વ્યક્ત કરેલ કે કુલપતિ આગામી સમયમાં ખુબ સારા કાર્ય સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી માટે ગુજરાતરાજ્ય માટે તથા દેશ માટે કરશે.

ભૂતપૂર્વ ઓલીમ્પીક મેડાલીસ્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ પદ્મશ્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ આ વિશિષ્ટ કાર્યક્રમમાં વીડિયો માધ્યમથી ઉપસ્થિત રહેલ. તેઓ દ્વારા આ કાર્યને બિરદાવી અને વિદ્યાર્થીઓને પોતાના ગ્રેજ્યુએશન માટે શુભકામનાઓ પાઠવેલ તેઓ દ્વારા વિશેષમાં કુલપતિ અને તેમની દેખરેખ હેઠળ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વિકાસને નોંધનીય ગણાવેલ.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ મહામારીનાં આ પ્રકારનાં કાર્યક્રમની પહેલને વખણાવવામાં આવેલ તથા આગામી સમયમાં ગુજરાતની અન્ય યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારે કોન્વોકેશનનું આયોજન થનાર છે તે જણાવેલ. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીને સેક્ટોરીયલ યુનિવર્સિટી હોવા છતાં આ પ્રકારની પહેલ કરી અન્ય માટે પર્થદર્શક બનેલ છે તેમ જણાવવામાં આવ્યું.

રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિઓ રમતગમત ક્ષેત્રે મેળવેલ વિશિષ્ટ સિધ્ધિઓને બિરદાવી હતી તથા આગામી સમયમાં ડેસર ખાતે નવા સ્પોર્ટસ સંકુલના લોકાર્પણની માહિતી આપેલ.

આ પ્રસંગે કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના આ યુનિવર્સિટીનું સ્પોર્ટસ એજ્યુકેશન ફોર ઓલના મિશનને સાર્થક કરવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી કટીબધ્ધ છે. તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

સમારોહમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં કુલસચિવ સંજય જોશી દ્વારા તમામ આમંત્રિતોનો આભાર માનવામાં આવેલ અને યુનિવર્સિટીનાં કાર્ય અને યુનિવર્સિટીને લીડરશીપ બાબતે તમામ આમંત્રિતોને માહિતગાર કરેલ. વિવિધ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી આશેર દસ હજારથી પણ વધારે લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.


Related News

Loading...
Advertisement