મુંબઈ-મહારાષ્ટ્ર જવા માટે તમામ પ્રવાસીઓ-લોકો માટે મંજુરી ફરજીયાત

05 June 2020 04:05 PM
Rajkot Saurashtra
  • મુંબઈ-મહારાષ્ટ્ર જવા માટે તમામ પ્રવાસીઓ-લોકો માટે મંજુરી ફરજીયાત

મહારાષ્ટ્ર થઈને આગળ જતી કોઈપણ બસ, ટેકસી, ટ્રેન માટે પણ પરવાનગી હવે લેવી પડશે

રાજકોટ તા.5
રાજકોટ સહીત ગુજરાતભરમાંથી મુંબઈ-મહારાષ્ટ્ર જવા ઈચ્છતા તમામ પ્રવાસીઓ, વ્યક્તિઓએ સક્ષમ જે તે જિલ્લા કલેકટરની મંજુરી લેવાની રહેશે તેવું રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી પસાર થતી અને આગળના રાજયમાં જતી બસ, ટ્રેન-ટેકસીએ પોતાના પ્રવાસીઓ-વ્યક્તિઓએ જિલ્લા કલેકટર કચેરી એવી જવાની પરવાનગી રહેશે. આ સંદર્ભે રાજય સરકારના ગૃહ ખાતાએ કરેલ પરિપત્રમાં જણાવાયું છે કે કેન્દ્રીય ગૃહ સચિવના તા.30-5-20ના અ.સ. પત્ર ક્રમાંક ડી.ઓ.નં.40-3/2020-ડીએમ-1(એ) સંદર્ભે ગૃહ વિભાગના તા.1-6-20ના પત્રના મુદા નં.3 થી તમામ સંબંધીતોને સૂચના આપવામાં આવેલ છે કે આંતર રાજય અને રાજયની અંદર અવર-જવર માટે કોઈ નિયંત્રણ નથી.

આથી મંજુરી કે ઈ-પાસની આવશ્યકતા રહેતી નથી. આ સંબંધમાં સચિવ, પાણી પુરવઠા અને ઈન્ચાર્જ એસઈઓસી દ્વારા તા.3-6-20ના ઈ-મેઈલથી તમામ કલેકટરશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતા પ્રવાસીઓ માટે પાસ ડિઝીટલ ગુજરાત પોર્ટલ ઉપર ઈસ્યુ કરવા. આ બાબત લક્ષમાં લેતા ગુજરાતમાંથી અન્ય રાજયોમાં જવા ઈચ્છતા નાગરિકો કે જેઓને ગુજરાત રાજય દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસના આધારે અન્ય રાજયોએ પ્રવેશ આપવાની નીતિ જાહેર કરેલ હોય તેવા કિસ્સાઓ માટે ડિઝીટલ ગુજરાત પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે.

આથી આવા કિસ્સાઓમાં જીલ્લાકક્ષાએથી ડીઝીટલ ગુજરાત પોર્ટલ ઉપર પાસ ઈસ્યુ કરવા વિનંતી છે.


Related News

Loading...
Advertisement