ક્રિકેટમાં હવે કોરોના સબસ્ટીટયુટ પણ આવશે

05 June 2020 03:31 PM
Sports
  • ક્રિકેટમાં હવે કોરોના સબસ્ટીટયુટ પણ આવશે

નવી દિલ્હી,તા. 5
કોરોનાએ વિશ્વ ક્રિકેટને હચમચાવી દીધું છે અને અગાઉ 2019માં કન્કસન સબસ્ટીયટયુટનો જે નિયમ હતો અને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીથી લાગુ કરાયો જેમાં કોઇ ખેલાડી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થાય તો તૂર્ત જ તેના સ્થાને બેટીંગ કે બોલીંગ સબસ્ટીટયુટ મેદાનમાં આવી શકે છે.
અગાઉ ફક્ત ફિલ્ડીંગ માટે સબસ્ટીટયુટની છૂટ હતી પરંતુ કોરોનાએ હવે ક્રિકેટ વિશ્વને નવી વ્યવસ્થા કરવા માટે ફરજ પાડી છે. એક તો દડા પર ખેલાડીઓ લાળ-થૂંક લગાડી શકશે નહીં પરંતુ હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન કોરોના સબસ્ટીટયુટ દાખલ કરવા પણ અપીલ કરી છે. અને જણાવ્યું છે કે મેચ સમયે કોઇ ખેલાડી પોઝીટીવ જાહેર થાય તો તેને બદલે નવા ખેલાડીને સમાવવાની છૂટ હોવી જોઇએ.


Related News

Loading...
Advertisement