આઈપીએલ ભારત બહાર રમાડવા ક્રિકેટ બોર્ડની તૈયારી

05 June 2020 03:29 PM
Sports
  • આઈપીએલ ભારત બહાર રમાડવા ક્રિકેટ બોર્ડની તૈયારી

દેશમાં કોરોનાની સ્થિતિ નિશ્ચીત નથી : ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં વાઈયસ કાબૂમાં હોવાથી આ બે દેશ પર નજર

નવીદિલ્હી,તા. 5
ચાલુ વર્ષે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવ્યો છે અને તેના કારણો ઓક્ટોબર નવેમ્બરમાં જે કાંઇ પીરીયડ છે તેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ રમાડવાની તૈયારી કરી છે ભારતમાં હજુ કોરોનાની સ્થિતિ સ્પષ્ટ નથી તથા પોઝીટીવ ક્યાં સુધી આગળ વધી શકે છે તે પણ ચિંતા છે તે વચ્ચે હવે ક્રિકેટ બોર્ડે ભારત બહાર ન્યૂઝીલેન્ડ અથવા ઓસ્ટ્રેલિયામાં પણ આઈપીએલ રમાડવા માટે વિચારણા શરુ કરી છે. આ બંને દેશના ટાઇમઝોન જોતા ભારત જેવો હીટ થઇ શકે નહીં પરંતુ ક્રિકેટ બોર્ડ આઈપીએલની સિઝન ગુમાવવા માગતુ નથી. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે. ન્યૂઝીલેન્ડમાં ફક્ત 1504 લોકો જ પોઝીટીવ થયા છે. ઓસ્ટ્રેલિયામાં 7120 લોકો પોઝીટીવ થયા હતા અને આ બંને દેશો વચ્ચે પોતાનાં આંતરિક ક્રિકેટને શરુ કરી રહી છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ જઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટ આવતીકાલથી શરુ થશે અને 500 પ્રેક્ષકોને પ્રવેશ અપાશે. અને તેથી ક્રિકેટ બોર્ડ માટે એક આશા જાગી છે.


Related News

Loading...
Advertisement