ગુજરાતમાં આત્મનિર્ભર પેકેજને આવકારતા પૂર્વ ધારાસભ્ય ડો.બોઘરા

05 June 2020 12:50 PM
Jasdan
  • ગુજરાતમાં આત્મનિર્ભર પેકેજને આવકારતા પૂર્વ ધારાસભ્ય ડો.બોઘરા

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.5
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલા આત્મનિર્ભર ગુજરાત પેકેજને આવકારતા જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત પેકેજથી ગુજરાત ખરેખર આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધશે. આ પેકેજમાં 100 યુનિટ સુધી વીજબિલ માફ, પ્રોપર્ટી ટેકસમાં 20 ટકા સુધીની રાહત અને 31 જુલાઈ પહેલા ભરે તો વધારાનું દશ ટકા ડિસ્કાઉન્ટ, ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા માટે 35 હજાર રૂપિયાની સહાય, જીએસટીના પેન્ડિંગ રિફંડની માત્ર એક માસમાં જ ચુકવણી, બાંધકામ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ પ્રોત્સાહન,
કોમર્શિયલ વાહનોને છ માસના રોડ ટેકસમાં માફી, માછીમારો આદિવાસી વગેરે માટે પણ પ્રોત્સાહક યોજનાઓ, વેપારીઓ માટે માત્ર ચાર ટકાના વાર્ષિક દરે લોન સહિતની અનેક પ્રોત્સાહક બાબતો ખરેખર પ્રજાલક્ષી છે. ગુજરાતના ખેડૂત વર્ગ, વેપારી વર્ગ , મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ સહિતના સમાજના તમામ વર્ગ માટે અને ગામડાઓ તથા શહેરો દરેક માટે કલ્યાણકારી યોજના છે. કોરોનાની સ્થિતિમાં ગુજરાતની જનતાને પડેલી મુશ્કેલીમાં સરકારે લોક કલ્યાણની ભાવના સાથે પ્રજાલક્ષી પેકેજ જાહેર કરીને એ સાબિત કર્યું છે કે વિજયભાઈ રૂપાણીની સરકાર ખરેખર સંવેદનશીલ સરકાર છે તેમ અંતમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા જણાવ્યું હતું.


Loading...
Advertisement