જસદણ પંથકમાં આગેવાનોએ નર્મદાના નીરને વધાવ્યા

05 June 2020 12:48 PM
Jasdan
  • જસદણ પંથકમાં આગેવાનોએ નર્મદાના નીરને વધાવ્યા

સાણથલી-કર્ણુકી ડેમ અને પીપળીયા નદીમાં નવા નીર પહોંચ્યાં

(નરેશ ચોહલીયા) જસદણ,તા. 5
જસદણનાં સાણથલી કર્ણુકી ડેમ તથા પીપળીયા ભાદર નદીમાં સૌની યોજનાના નિર આવી પહોંચ્યા હતાં. જળ નિગમના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા સહિત પંથકના આગેવાનોએ નમામી દેવી નર્મદાના નીરના વધામણા કર્યા હતાં.પંથકના લોકો તથા ખેડૂતોમાં હરખના ઘોડાપૂર ઉમટ્યા હતાં.
ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા આપેલ વચન પરિપૂર્ણ થતા બળબળતા તાપમાં આનંદની લાગણી સાથે હરખની હેલી જોવા મળી હતી. અત્રે કર્ણુકી ડેમ નર્મદાના પાણીથી ભરવાનું શરુ થયું તેમજ પીપળીયા ભાદર નદીમાં પાણી છોડાયું હોવાથી પીપળીયા પ્રતાપપુર નવાગામ, ગુંદાળા, કાળાપર, જીવાપર, ડોડીયાળા, જશાપર, જીવાપર, પાંચવડા સહિત સાણથલી પંથકના અનેક ગામોનાં નદી મારફતે તમામ ચેકડેમો ભરાઈ જ છે તેમજ બોર કુવાનાં તળ ઉંચા આવશે. હાલ ચોમાસુ નજીક હોય જેથી ખેડૂતોને આગોતરું વાવેતર કરવામાં સરળતા રહે છે. લાંબા સમયની રાહ બાદ નર્મદાનું પાણી આવ્યું હોવાથી ખેડૂતોનાં હૈયે હરખ સમાતો નથી આ તકે સરદાર પટેલ જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે હું જ્યારે 2012માં ધારાસભ્ય હતો ત્યારે મેં વચન આપ્યું હતું કે જસદણ વિંચીયા બન્ને તાલુકાનાં તમામ નાના મોટા ડેમ તેમજ ભાદર નદીઓ વહેતી કરીને તમામ ચેકડેમ નર્મદાના નિર ભરવાને આજે તે સપનું સાકાર થયું હોવાથી રાજીપો વ્યક્ત કર્યો તહો. વધુમાં હાલ આંકડીયા ખાતે સંપનું કામ છે તથા આલણસાગર સુધીની પાઈપલાઈનનું કામ પૂર્ણતાનાં આરે છે જેથી પીવાનું તથા સિંચાઈનું પાણી પુરું પાડતાં આલણસાગર ડેમ ભરવાની ઘડી ગણાઈ રહી છે.
તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભભાઈ રામાણી, પાંચવડાનાં પૂર્વ સરપંચ મધુભાઈ ટાઢાણી, જિલ્લા પંચાયતનાં પૂર્વ સભાપતિ ભીખભાઈ રોકડ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.


Loading...
Advertisement