લોકડાઉનને લીધે ગ્રાહકોનો વિશ્વાસ તળીયે: રિઝર્વ બેન્ક

05 June 2020 11:17 AM
India
  • લોકડાઉનને લીધે ગ્રાહકોનો વિશ્વાસ તળીયે: રિઝર્વ બેન્ક

50% લોકોની આવક ઘટી, 10% લોકોએ જરૂરી વસ્તુ પર પણ મૂકયો કાપ: ગ્રાહકોએ અનેક ખર્ચ પર કાપ મૂકયો, આવતા વર્ષ પહેલા પરિસ્થિતિ બદલાય તેવી શકયતા નહિંવત

મુંબઈ તા.5
કોરોના વાયરસનાં સંકટને કારણે દેશમાં અમલી બનેલા લોકડાઉનને અનલોક કરવાની શરૂઆત ભલે થઈ ચુકી હોય પરંતૂ લોકડાઉનને પગલે ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ (ક્નઝયુમર કોન્ફિડન્સ) સાવ તળીયે બેસી ગયો છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જાહેર કરેલા ક્નઝયુમર કોન્ફીડન્સ સર્વે જાહેર કર્યો હતો જેમાં 13 શહેરોમાં 5મીથી લઈને 17 મે સુધી ટેલીફોન દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ ગ્રાહકો હાલની પરિસ્થિતિને કારણે નિરાશાવાદ ઝોનમાં હોવાનું માલુમ પડયુ હતું.

ગ્રાહકો આર્થિક, રોજગાર, આવક અને ખર્ચ સહીતની તમામ બાબતોમાં નિરાશાવાદી બન્યા છે. સર્વે દરમ્યાન 74 ટકા લોકોએ આર્થિક પરિસ્થિતિ કથળી રહ્યાનું જયારે 67 ટકા લોકો રોજગારીને લઈને કરેલી અપેક્ષા તળીયે પહોંચી છે.

હાઉસીંગ સહીતની અન્ય તમામ ચીજ વસ્તુઓની કિંમતમાં આગળ જતો ઘટાડો થાય તેવી શકયતા છે.મે 2020 માં કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા લોકોએ તેમની આવકમાં ઘટાડો થયાનું જણાવ્યું હતું. જેમાંથી 10 ટકા લોકોએ જણાવ્યુ કે તેઓ જરૂરીયાતની ચીજ વસ્તુઓ પર પણ કાપ મુકવાનું વિચારી રહ્યા છે. જયારે 46 ટકાએ જણાવ્યું કે તેઓ બિન જરૂરી ચીજ વસ્તુઓ પર કાપ મુકવાનું વિચારી રહ્યા છે.

આરબીઆઈએ હાઉસ હોલ્ડનો સર્વે પણ જાહેર કર્યો છે જે મુજબ માર્ચ 2020 નદી તુલના મે 2020 નાં વચલાગાળાનો ફૂગાવો અને અપેક્ષામાં વધારો થયો છે. 3 મહિનાનો અને 1 વર્ષ પહેલાના વચગાળાના ફૂગાવાની અપેક્ષા ક્રમશ: 190 અને 120 બેસીસ પોઈન્ટ પર પહોંચી છે. ગ્રાહકોએ વિવેક પૂર્વ ખર્ચાઓમાં કાપ મૂકયો છે અને આવતા વર્ષ પહેલા તેમાં કોઈ ફેરફાર થાય તેવી શકયતા નહિંવત છે.

સામાન્ય રીતે આરબીઆઈ નાણાકીય નીતિ જાહેર કરતી વખતે જ ક્નઝયુમર કોન્ફીડન્સની વિગત જાહેર કરતી હોય છે. જોકે લોકડાઉનના કારણે સેન્ટ્રલ બેન્ક પોતાનો સર્વે સમયસર પુરો કરી ન શકી.

પ્રોફેશન ફોર કાસ્ટરનાં સર્વે અનુસાર વાસ્તવિક જીડીપીનાં વર્ષ 2020-21 માં 1.5 ટકાનો ઘટાડો આવશે.જયારે આવતા વર્ષે તેમાં 7.2 ટકાની વૃદ્ધિ નોંધાય તેવી શકયતા છે. જયારે રીયલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)માં વર્ષ 2020-21 માં 1.7 ટકાનો ઘટાડો નોંધાય તેવી શકયતા છે. જયારે વર્ષ 2021-22 માં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રની પ્રવૃતિને લીધે તેમાં 6.8 ટકાની વૃધ્ધિ નોંધાવાની શકયતા છે.

હાઉસ હોલ્ડ ઈન્ફલેશન એકસપેકટેશન સર્વે કે જે 18 મહત્વના શહેરોમાં યોજાયો હતો અને તેમાં 5,762 શહેરી પરિવારોએ ભાગ લીધો હતો તેમના સર્વે મુજબ તેઓ પણ ફુગાવો ટોચની સપાટીએ પહોંચે તેવી સંભાવના વ્યકત કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement