ગુજરાત આત્મનિર્ભર પેકેજ : બાંધકામ શ્રમિકોને સીટી બસમાં મફત મુસાફરી

05 June 2020 11:11 AM
Ahmedabad Gujarat
  •  ગુજરાત આત્મનિર્ભર પેકેજ : બાંધકામ શ્રમિકોને સીટી બસમાં મફત મુસાફરી

મહાનગરોમાં મજૂરી કરતા લોકો માટે 106 કરોડની ફાળવણી

રાજકોટ, તા.પ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂ.50 કરોડની ફાળવણી કરવામાં આવશે.

ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતગર્ત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ 20 આરોગ્ય રથની સુવિધા પુરી પાડવા રૂ.25 કરોડ, બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.27,500 આપવા માટે રૂ.6 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રાજયમાં મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement