સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ‘નિર્સગ’ની અસર તળે 0.5 થી 3 ઇંચ વરસાદ

04 June 2020 05:40 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ‘નિર્સગ’ની અસર તળે 0.5 થી 3 ઇંચ વરસાદ

વલસાડનાં ધરમપુરમાં-3, કપરાડામાં-1.5, ડાંગ-આહવામાં-3, સુબીરમાં-2.5, વધઇમાં-2, વાપીમાં-2.5, સૌરાષ્ટ્રમાં કોટડાસાંગાણીમાં 1.5, થાનમાં-1.5, ગોંડલ-1, સુત્રાપાડા, જેતપુર, ધોરાજી, વિસાવદર, ઘોઘા, હળવદ, વડીયામાં 0.5 ઇંચ : કચ્છ-ભાવનગર જિલ્લામાં ઝડપી પવનથી અનેક વૃક્ષો-બેનરોનો સોથ

રાજકોટ તા.4
‘નિસર્ગ’ વાવાઝોડાની અસર રૂપે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ 0.5 ઇંચથી માંડીને 3 ઇંચ સુધીનો વરસાદ પડયો છે અને આજરોજ પણ છુટો છવાયો વરસાદ પડવાની આગાહી હવામાન કચેરીએ કરી છે. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડાનાં કારણે ચોમાસુ આગળ ધપવાની પ્રક્રિયાને પણ બ્રેક લાગી હોવાનો નિર્દેષ હવામાન કચેરીએ આપેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજયનાં પ7-તાલુકાઓમાં ઝાપટાથી માંડી 3 ઇંચ સુધીનો વરસાદ પડવા પામ્યો હતો. વાવાઝોડાની અસર હેઠળ ડાંગ, નવસારી, તાપી, પાટણ, વલસાડનાં ધરમપુર તથા સૌરાષ્ટ્રનાં કોટડાસાંગાણી, થાન, ગોંડલ, સુત્રાપાડા, જેતપુર, ધોરાજી, વિસાવદર, ઘોઘા, હળવદ અને વડીયામાં 0ાા થી માંડીને 3 ઇંચ પાણી વરસી ગયું હતું.

વલસાડનાં ધરમપુરમાં 3, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ પડયો હતો. વાપીમાં ઝાપટા વરસ્યા હતા. જયારે ડાંગના આહવામાં 3, સુબીરમાં 2.5 અને વધઇમાં 2, તાપીનાં નીજરમાં 2.5, વ્યારામાં 1, વાસદામાં 1, પાટણમાં 1, બનાસકાંઠાના ભાલીરમાં 0.5 ઇંચ વરસાદ પડયો હતો.

જયારે સાબરકાંઠા ઉપરાંત છોટા ઉદેપુર, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા. દરમ્યાન સૌરાષ્ટ્રમાં પણ ગઇકાલે ઠેર-ઠેર 0.5 થી માંડી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો અને સવારથી ધૂપછાંવનો માહોલ રહેવા પામ્યો હતો. ગઇકાલે રાજકોટ જિલ્લાનાં કોટડાસાંગાણીમાં 1ાા ઇંચ, થાનમાં 1.5 ઇંચ, ગોંડલમાં 1 ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.

આ ઉપરાંત સુત્રાપાડા-જેતપુરમાં પોણો ઇંચ અને કચ્છના ભૂજ-કુતિયાણા તથા તાલાલા, જસદણ, ચોટીલા, પોરબંદર, જામજોધપુર, જામકંડોરણા અને જૂનાગઢમાં ઝાપટા વરસી જવા પામ્યો હતો. દરમ્યાન છેલ્લા 24 કલાકમાં છુટાછવાયા વરસાદ વચ્ચે કેટલાક સ્થળોએ ફૂંકાયેલા ઝડપી પવનથી વૃક્ષો, હોર્ડિગ્સ, બેનરો ઉડી જવા પામ્યા હતા.

ખાસ કરીને કચ્છ-ભાવનગર જિલ્લામાં ગઇકાલે નિસર્ગની અસરરૂપે ફૂંકાયેલા તોફાની પવનનાં કારણે વરસાદ ઉપરાંત અનેકવૃક્ષો અને બેનરો તૂટી પડયા હતા.
કચ્છમાં એક કાર ઉપર વૃક્ષા પડતા કાર ચાલકને ઇજા થવા પામી હતી. માધાપરમાં બળદીયા માર્ગ ઉપર વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. તેમજ અંજાર, આદીપુર, ગાંધીધામ,માં પણ સાંજે ઝડપી પવન સાથે છાંટા પડયા હતા. અંજારની કેરી બજારમાં સમીયાણો તૂટી પડયો હતો. દરમ્યાન ભાવનગર જિલ્લાનાં ગારીયાધારમાં 3 મીમી, ઘોઘામાં 0.5 ઇંચ, જેસરમાં પોણો ઇંચ, પાલીતાણામાં 0.5 ઇંચ અને સિહોરમાં 3 મીમી વરસાદ પડવા પામ્યો હતો.

રાજકોટમાં વાદળો ઘેરાયા : ગરમીનો પારો સાવ નીચે : મેઘરાજાના આગમનનો માહોલ
કેરલામાં ચોમાસુ ચાલુ થઇ ગયા બાદ પ્રિમોન્સુન એકટીવીટીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ બની ગયું છે અને અનેક સ્થળોએ ભારેથી ધીમો વરસાદ પડયો છે ત્યારે રાજકોટમાં આજ બપોર બાદ મૌસમના પ્રથમ વાદળો ઘેરાઇ ગયા છે. બપોરની ગરમી કલાકોમાં ઘટી ગઇ છે અને શહેરમાં ગમે ત્યારે મેઘો મંડાય જાય તેવુ ખુશનુમા વાતાવરણ બની ગયું છે.


Related News

Loading...
Advertisement