રાજકુમાર કોલેજમાં બ્રેકફાસ્ટ, બોર્ડીંગ, ટયુશન ‘ફી’ના મુદ્દે કોંગ્રેસની ધબધબાટી

04 June 2020 05:24 PM
Rajkot Saurashtra
  • રાજકુમાર કોલેજમાં બ્રેકફાસ્ટ, બોર્ડીંગ, ટયુશન ‘ફી’ના મુદ્દે કોંગ્રેસની ધબધબાટી
  • રાજકુમાર કોલેજમાં બ્રેકફાસ્ટ, બોર્ડીંગ, ટયુશન ‘ફી’ના મુદ્દે કોંગ્રેસની ધબધબાટી

કોરોના લોકડાઉનના પગલે વિદ્યાર્થીઓ સંસ્થામાં આવતા જ ન હોય ‘ફી’ ઉઘરાવી યોગ્ય નથી : સંસ્થાના પ્રેસીડેન્ટને પણ આવેદનપત્ર

રાજકોટ તા.4
રાજકુમાર કોલેજમાં વિદ્યાર્થીઓની બ્રેકફાસ્ટ-બોર્ડીંગ અને ટયુશન ફીના મુદ્દે કોંગ્રેસે ધબધબાટી ખોલાવી પ્રિન્સીપાલ તેમજ એડમીનીસ્ટ્રેટરને ઉગ્ર રજુઆત કરી હતી.
તેમજ આ મામલે કોંગ્રેસના સર્વશ્રી ડો.રાજદીપસિંહ જાડેજા, મહેશભાઇ રાજપુત, મુકેશભાઇ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ રવી જીતીયા સહિતના આગેવાનો દ્વારા રાજકુમાર કોલેજના પ્રેસીડેનટ મહિપાલજીવાળા તથા જિલ્લા શિક્ષણાધિકારીને પણ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

કોંગ્રેસના આગેવાનોએ આ અંગે જણાવેલ છે કે અગાઉ પણ રાજકુમાર કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફ્રીઝ વસુલવા માટે કાર્યવાહી થયેલી હતી. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનું વાતાવરણ ઉભુ થતા આ અંગે શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી હતી.

કોરોના વાયરસની મહામારીના પગલે સંસ્થામાં શૈક્ષણિક કાર્ય લાંબા સમયથી બંધ છે. જેથી સંસ્થા દ્વારા બ્રેકફાસ્ટ, બોર્ડીંગ ફી, ટયુશન ફી, વસુલવી જોઇએ નહી. વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા જ નથી. જેથી ફી ઉઘરાવવી જોઇએ નહી. જેથી આ પ્રશ્ર્ને પગલા લેવા માંગ ઉઠાવવામાં આવી છે.

આ ઉપરાંત કોંગ્રેસના આગેવાનોએ વિશેષમાં એવું પણ જણાવેલ છે કે એફઆરસી દ્વારા સંસ્થાની ફી વર્ષ 2017-18 અને 2018-19 માટે નિર્ધારીત કરાયેલ ત્યારે વધુ વસુલાયેલી ફીનું રીફંડ આપવા જણાવેલ હતું. ત્યારે આ ફીનું રીફંડ અપાયેલ છે કે કેમ? તેમ માહિતી પણ આગેવાનો દ્વારા માંગી સૂત્રોચ્ચાર કર્યા હતાં.


Related News

Loading...
Advertisement