મારી સ્ટોરી સફળતાની સ્ટોરી નથી: અમિતાભ

04 June 2020 12:53 PM
Entertainment
  • મારી સ્ટોરી સફળતાની સ્ટોરી નથી: અમિતાભ

મુંબઈ: અમિતાભ બચ્ચનનુ માનવુ છે કે બોલીવુડમાં તેમણે જે પ્રકારે સફળતા મેળવી છે એ કોઈ સફળતાની સ્ટોરી નથી તેમને બોલીવુડનાં શહેનશાહ કહેવામાં આવે છે. જોકે તેમનું કહેવુ છે કે તેમણે હજુ ઘણુ બધુ કરવાનું બાકી રાખ્યુ છે. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે મારી સફળતાની સ્ટોરી ખોટી રીતે વ્યકત કરવામાં આવી છે એ કંઈ સકસેસ સ્ટોરી નથી એ તો આપમેળે અસ્તિત્વ ધરાવે છે અને હજુ પણ ચાલી રહી છે.

યુવા પેઢીના કલાકારોને દોષરહિત જણાવતા અમિતાભ બચ્ચને કહ્યું હતુ કે કલાકારોની યુવા પેઢી અદભુત બ્રિડ છે. સોરી, ખરેખર કહુ તો મને આ બ્રીડ શબ્દ પસંદ નથી મને એવુ લાગે છે કે ઘોડાનો તબેલો, હોય પેઢી કહો કે આજની પેઢીના કલાકારો હોય, તેઓ ખામીરહીત છે. તેઓ લર્નીંગ ડીવાઈસ છે. અથવા તો મારી ભાષામાં કહુ તો તેમને 5 સ્ટાર લર્નીંગ એપ કહી શકાય.


Related News

Loading...
Advertisement