અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં જુગારની રેઇડમાં 408 ઝડપાયા

04 June 2020 12:15 PM
Amreli Crime
  • અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં જુગારની રેઇડમાં 408 ઝડપાયા

વડેરા ગામે પરિણીતાનું ઝેરી દવા પીતા સારવારમાં મોત

અમરેલી તા.4
સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભીમ અગિયારશના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકસાની ભોગવતા હોય છે તો કેટલાંક પાયમાલ પણ થતાં હોય છે. અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને જુગારીઓને પકડી પાડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરતા તા. 1/6/ર0નાં કલાક રરથી તા. 3/6/ર0ના કલાક 8 સુધી જુગાર અંગે સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવી ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય.

જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ ઘ્વારા અમરેલી જિલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઈડો કરી, જુગારીઓને પકડી પાડી તેમની સામે જુગારધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાંઆવેલ છે.
ડ્રાઈવ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ ઘ્વારા અમરેલી જીલ્લાનાં જુદા જુદા વિસ્તારમાં વોચ ગોઠવી જુગાર રમતા ઈસમો ઉપર સફળ રેઈડ કરી જુગારધારા હેઠળ કુલ 69 કેસો શોધી કાઢવામાં આવેલ છે અને આ રેઈડો દરમ્યાન કુલ 408 જુગારીઓને જુગાર રમતાં પકડી પાડવામાં આવેલ છે.

અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં જુગાર રમતા ઈસમો પાસેથી કુલ રોકડા રૂા. 8,7પ,પ3પ તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ જુગારના સાધનો/સાહિત્ય, વાહનો તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂા. 10,ર9,ર7પનો જુગારનો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.

પરિણીતાનું મોત
અમરેલી તાલુકાના વડેરા ગામે રહેતા અને મજૂરી કામ કરતા ગૌરીબેન પ્રવિણભાઈ ગોહિલ નામના 3પ વર્ષીય મહિલાના પતિએ તેણીને ભીમ અગિયારસ કરવા જવાની ના પાડતા તેણીને લાગી આવતા મંગળવારે બપોરે પોતાની મેળે ઝેરી દવા ગટગટાવી લેતા તેમને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ગાયના મોત
બગસરા ગામે રહેતા અને માલઢોર ચરાવવાનો વ્યવસાય કરતા બીજલભાઈ મેરામભાઈ પરસાડીયા તથા તેમના ભત્રીજા ભાવેશભાઈ ગત તા.ર0/11ના રોજ 4પ જેટલા ગાયો લઈ બગસરા નજીક હામાપુર જવાના રસ્તે ચરાવવા જતા ત્યાં આવેલ મુકેશભાઈ લખાભાઈ રીબડીયાના ખેતરના શેઢે ગાય ચરાવતા હોય ત્યારે આ મુકેશભાઈએ ઈરાદાપૂર્વક ખેતરના શેઢે ઝેરી દવાવાળા લાડવા ખેતરના શેઢે મૂકતા આ લાડવા ગાયો ખાઈ જતા ગાયના મોત થતાં રૂા. 1,0પ,000નું નુકસાન કર્યાની વાડી માલીક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મારામારી
ધારી ગામે આવેલ નવી વસાહતમાં રહેતા પ્રિયંકાબેન બકુલભાઈ રાઠોડનામની યુવતીના મોટા ભાઈ દિપકભાઈની સગાઈ અમરેલી ગામે રહેતી સ્નેહલબેન ચંદ્રેશભાઈ નામની યુવતી સાથે થયેલ. જે સગાઈ તૂટી જતાં આ સ્નેહલબેન, ચિરાગભાઈ ચંદ્રેશભાઈ, રાધિકાબેન ચંદ્રેશભાઈ તથા સ્નેહલબેનની માતા મળી ચારેય ઈસમોએ મંગળવારે ધારી ગામે જઈ પ્રિયંકાબેનના ઘરમાં પ્રવેશ કરી, હુમલો કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, શેરીમાં જઈ છૂટા પથ્થરના ઘા મારી આ પ્રિયંકાબેન તથા અન્ય લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement