જૂનાગઢ સરદાર બાગ પાસે સામાન્ય બાબતે સામસામી છરીઓ ઉડી : પાંચને ઇજા : ફરિયાદ

04 June 2020 12:08 PM
Junagadh
  • જૂનાગઢ સરદાર બાગ પાસે સામાન્ય બાબતે સામસામી છરીઓ ઉડી : પાંચને ઇજા : ફરિયાદ

એક-બીજા સામે જોવા જેવી બાબતમાં મામલો ઉગ્ર બન્યો : હત્યાની કોશીષનો ગુનો દાખલ

જૂનાગઢ તા.4
જુનાગઢ સરદાર બાગ પાસેના અજમેરી પાર્ક ખાતે સામે જોવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે જામી પડી હતી બનાવ વધુ ઉગ્ર બનતા સામસામી છરીઓ વિંઝાઇ હતી જેમાં બંન્ને પક્ષના ઈસમોને નાની મોટી ઇજા થતા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા જ્યાંથી પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ લઈ ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ અજમેરી પાર્ક સરદાર બાગ પાછળ ના વિસ્તારમાં ગત રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં પોલીસે ફરિયાદી રોહીતભાઇ ઉર્ફે પિન્ટુ ધનશ્યામભાઇ હાસણી ઉ.વ.21 ધંધો પ્રા.નોકરી રહે, કાળવા ચોક શીતળાકુંડ શિલ્પ એપાર્ટમેન્ટ એ બ્લોક નં.402 વાળાએ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આરોપી અલ્ફેજ ફિરોજ ફકીર ફેજલ ફિરોજ ફકીર, જમીર ફિરોજ ફકીર, ફિરોજ ફકિર રહે બધા સરદારબાગ પાછળ અજમેરી પાર્ક વાળાઓએ આ કામના ફરિયાદી તથા સાહેદ નોમાનખાન બન્ને સરદાર બાગ પાછળ અજમેરી પાર્કમા આરોપીઓના ઘર પાસે ખુલ્લી જગ્યામા બેઠા હોય ત્યારે આરોપી અલ્ફેજ એ સાહેદને કરેલ કે હુ સવારના રિક્ષા લઇને નિકળેલ ત્યારે અજમેરી પાર્કમા કેમ તુ મારી સામે જોતો હતો જે મનદુખના કારણે આ તમામ આરોપીઓએ ભેગા થઇ ફરિ તથા સાહેદને જાહેરમા ગાળો કાઢી ઢીકાપાટ્ટુનો મારમારી આરોપી ફેજલ તથા જમીર નાઓ છરીઓ મારી ગંભીર ઇજા કરી એકબીજાને મદદગારી કર્યા બાબત ફરિયાદ આપી હતી.

જ્યારે સામા પક્ષે ફરિયાદી અલ્ફેઝ ફિરોજભાઇ રફાઇ ઉ.વ. 21, ધંધો પ્રા.નોકરી રહે. સરદાર બાગ પાછળ અજમેરી પાર્ક બ્લોક નંબર-101 જુનાગઢ વાળાએ પોલીસને એવી ફરિયાદ આપી હતી કે આરોપી નોમાનખાન નાસરૂદીન પઠાણ રહે.

સરદારબાગ પાછળ વેલકમ પાર્ક- 4 જુનાગઢ રોહીત ઉર્ફે પીન્ટુ સાંઇ રહે જુનાગઢ વાળાઓ આ ફરિયાદી અલ્ફેજ તથા આરોપી નોમાનખિાન સવારે અજમેરી પાર્ક રોડ ઉપર એકબીજાને સામુ જોવા બાબતે બોલાચાલી થયેલ જે મનદુખના કારણે જપાજપી કરી આરોપી રોહીતે ફરિયાદીને પકડી રાખેલ અને આરોપી નોમાનખાન એ છરીથી ફરીયાદી ને જમણા સાથળમા આગળના ભાગે ગંભીર ઇજા કરી તેમજ સાહેદ ફેજલ સાબેરાબેનને નાક ઉપર છરીનો ધા મારી ઇજા કરી એકબીજાને મદદગારી કર્યા બાબત ફરિયાદ આપતા પોલીસે બંન્ને ફરીયાદી ઓની ફરીયાદ લઇ બનાવની ગંભીરતા ધ્યાને રાખી ગંભીર ગુનાહિત આઇ.પી.સી કલમો અન્વયે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની તપાસ હાલ સી ડિવિઝન પી.એસ.આઇ એન.વી.આંબલીયા ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement