રાજકોટમાં ટ્રાફિક વોર્ડન દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

04 June 2020 11:22 AM
Rajkot Crime Saurashtra
  • રાજકોટમાં ટ્રાફિક વોર્ડન દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના ખાલી ગ્રાઉન્ડમાં કેટરિંગ કામ કરતા શખ્સને દારૂ આપવા આવ્યો હતો અને પોલીસ ઝપટે ચડ્યો: બંનેની ધરપકડ: દારૂની બોટલ, બે વાહન સહિત કુલ રૂા.80650 નો મુદામાલ કબ્જે

રાજકોટ તા 4
શહરેમાં લોકડાઉન દરમિયાન ટ્રાફિક વોર્ડન દ્વારા ફાકી-સિગારેટ સહિતની હેરાફેરીની અસંખ્ય ફરિયાદો સામે આવી હતી.તેમજ પ્રજા સાથે વોર્ડનનું તુમાખીભર્યું વર્તન પણ ભારે વિવાદમાં રહ્યું હતું.દરમિયાન શહરેમાં ટ્રાફિક વોર્ડન દારૂની હેરાફેરી કરતા પકડાયો છે. શહરેમાં રૈયા ચોકડી પાસે સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક ગ્રાઉન્ડ પાસે કેટરિંગના ધંધાર્થીને દારૂની બોટલ આપવા આવેલા વોર્ડનને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે બે વાહન સાથે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઈ બી.જી.ડાંગર તથા એ. એસ, આઇ. ધર્મેશ બાલાસરા, પો.કોન્સ, રવિભાઇ ગઢવી , રૈયા ચોકડી પાસે પેટ્રોલિગમાં હતા.તે દરમ્યાન સ્ટર્લિંગ હોસ્પીટલની બાજુના ખાલી ગ્રાઉન્ડ પાસે પહોંચતા બે શખ્સો વાહન સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા હોઈ જેથી વાહન ચેક કરતા કાળા કલરની એકટીવાની ડેકી ચેક કરતા તેમા ઇંગલીશ દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે આ બંને શખ્સોના નામ પૂછતાં હરીરામ જીતેન્દ્રભાઇ ત્રીવેદી (ઉ.વ. 24)(રહે. શાસ્ત્રી નગર શેરી નં.-3 સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રામા પીર ચોકડી પાસે રાજકોટ) તેમજ અન્યનું નામ હાજર એકસેસ મો.સા. વાળા મજકુર ઇસમ ને.(2) નું નામ કેતનભાઇ સુરેશભાઈ જોષી (ઉ.વ. 40) ( રહે, ગોવિંદપાર્ક શેરી નં.-2 બ્લોકનં.ઊં-2 નાના મૌવા મે ઇન રોડ) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હરિરામ ત્રિવેદી ટ્રાફિક વોર્ડન હોઈ તે કેટરિંગનું કામ કરનાર કેતન જોશીને દારૂની બોટલ આપવા આવ્યો હતો.દરમિયાન પોલીસ ઝપટે ચડી ગયા હતા.પોલીસે દારૂની એક બોટલ,બે મોપેડ સહિત કુલ રૂ.80650 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement