સૌરાષ્ટ્રનો આ જિલ્લો કોરોનામુક્ત થયા બાદ ગઈ રાત્રીના એક કેસ નોંધાયો

04 June 2020 01:48 AM
Jamnagar
  • સૌરાષ્ટ્રનો આ જિલ્લો કોરોનામુક્ત થયા બાદ ગઈ રાત્રીના એક કેસ નોંધાયો

ગત સપ્તાહ તમામ દર્દીઓ સાજા થયા હતા

દ્વારકા : આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વાર કોરોના ની એન્ટ્રી થઇ છે. ૩૩ વર્ષીય યુવાન રમેશ નકુમ ની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કલ્યાણપુર નદનાણા ગામે અમદાવાદથી પરત આવતા યુવકને શાળામાં કવોરંટાઈન કરાયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો ગત સપ્તાહ કોરોના મુક્ત થયો હતો, જ્યારે તેમા તમામ દર્દીઓ સાજા થઈ હોસ્પિટલ માંથી રજા મળી હતી.
જિલ્લામાં હવે કુલ ૧૪ કેસ નોંધાયા છે.


Loading...
Advertisement