જામનગરમાં કોરોનાવાયરસ નો વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્રની દોડધામ

04 June 2020 01:39 AM
Jamnagar
  • જામનગરમાં કોરોનાવાયરસ નો વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્રની દોડધામ

ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં હોટલમા કામ કરતા શ્રમિકનો પોઝીટીવ રિપોર્ટ

જામનગર તા ૩ જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ચકાસણી માટે આવેલા જામનગરના સેમ્પલો પૈકી વધુ એક વ્યક્તિનો કોરોનાવાયરસ નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અને દર્દીને જી.જી.હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. લંઘાવાડ નજીક ગેબનશા પીરની દરગાહ વિસ્તારમાં રહેતા અને ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં એક હોટલ મા કામ કરતા ૪૮ વર્ષના એક પુરુષ અસલમ ઇકબાલ નો પોઝીટીવ રીપોર્ટ આવતાં વહીવટી તંત્રની દોડધામ વધી ગઇ છે.
ઉપરોક્ત ૪૮ વર્ષના પુરુષ દર્દી અસલમ ઇકબાલ ને બે દિવસથી તાવ શરદીની અસર હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે સાંજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને લઇને વહીવટી તંત્ર તેમજ ગ્રેઈન માર્કેટના વેપારીઓમાં ભારે અફડા-તફડી મચી ગઇ છે. ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક હોટલ મા કામ કરતો હોવાથી તે કોના સંપર્ક મા આવ્યો હતો તેની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
ઉપરાંત પોતે ગેબનશા પીરની દરગાહ પાસે પોતાની પત્ની અને બન્ને બાળકો સાથે રહેતો હોવાથી પરિવારના સભ્યોની પણ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા પણ સમગ્ર ગ્રેઈન માર્કેટ તેમજ આસપાસ ના વિસ્તારને શેનીટાઇઝ કરવા સહિતની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ મામલે કન્ટેઇન્ટનેમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુંબઈથી આવેલા બે દર્દી અને લાલપુરના એક તેમજ જામનગરના નવા દર્દી સહિત ચાર કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે.


Loading...
Advertisement