માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે સરકાર ખાસ ઝુંબેશ ચલાવશે : વાવાઝોડાની સ્થિતિ પર સતત વોચ

03 June 2020 06:48 PM
Ahmedabad Gujarat
  • માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે સરકાર ખાસ ઝુંબેશ ચલાવશે : વાવાઝોડાની સ્થિતિ પર સતત વોચ

કેબીનેટ બેઠકમાં ચર્ચા : વાવાઝોડા પ્રભાવીત જિલ્લાઓમાં કલેકટર સાથે સંકલન

ગાંધીનગર તા.3
લોકડાઉન ના લાંબા સમય બાદ આજે રાજ્યના પ્રધાન મંડળની કેબિનેટ બેઠક મળી હતી અનલોક 1 દરમ્યાન સરકારી કચેરીઓ અને મંત્રીશ્રીઓ ની કચેરીઓમાં કાર્યારંભ ફરી પૂર્વવત થયા બાદ આજે બુધવારે મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક નર્મદા હોલમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે સ્વર્ણિમ સંકુલમાં મળી હતી.
જેમાં સંક્રમિત કોરોના બાદ શરૂ થયેલા અનલોક માં રાજ્યના તમામ નાગરિકો ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ જાળવે આ ઉપરાંત માસ અને તેને ટાઇગર ને લઈને વિશેષ ઝુંબેશ ચલાવવાનો પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા લીધેલા પગલાઓની માહિતી આપવામાં આવી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના ની વિવિધ સ્થિતિ ઉપર વિશેષ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા જ્યારે નિસર્ગ વાવાઝોડું મુંબઈથી દક્ષિણ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા બે કલાક પછી દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ નવસારી સુરત ડાંગ અને ભરૂચમાં વ્યાપક અસર થવાની સંભાવના છે સાથે સાથે આ વાવાઝોડા ના સમયે ભારે વરસાદ અને પવન ની શક્યતાઓ એ ભાઈ રહી હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે નિસર્ગ વાવાઝોડાના પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે જેમાં કલેકટરો અને તમામ અધિકારીઓ વાવાઝોડાની અસર અને તેના પરિબળો ઉપર સતત નજર રાખી રહ્યા છે એટલું જ નહીં આ વાવાઝોડાથી જે તકલીફ ઊભી થશે તેને પહોંચી વળવા પણ સરકારે આગોતરા આયોજનો કરી દીધા છે જ્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય એનડીઆરએએફની પર્યાપ્ત ટીમ આપી છે વાવાઝોડા અંગે અન્ય એક પ્રશ્ર્નના ઉત્તરમાં નીતિનભાઇ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ વાવાઝોડું પાંચથી છ કલાક સુધી 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન અને વરસાદ સાથે રહેશે ક્યારે અસર થાય તેવા સંબંધિત વિસ્તારોમાં સ્થળાંતર કરી દેવામાં આવી છે અને વાપીના ઔદ્યોગિક એકમો પણ બંધ રાખવાની સુચના સરકારે આપી હોવાનો સ્વીકાર કર્યો હતો આ અંગે તેમણે જણાવ્યું હતું કે આજે પ્રધાનમંડળની બેઠકમાં મહેસુલ વિભાગ દ્વારા ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વાવાઝોડા અંગેની સરકાર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરેલી કામગીરી અને લેવા ધારેલા પગલાઓની માહિતી આપવામાં આવી હતી આ તબક્કે વિજયભાઈ રૂપાણી અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ સમગ્ર વાવાઝોડા ઉપર નજર રાખી રહ્યા હોવાનું નીતિનભાઇ પટેલે જણાવ્યું છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની સંક્રમિત સ્થિતિ અંગે કેબિનેટમાં થયેલી ચર્ચા ની માહિતી આપતા નીતિનભાઈ જણાવ્યું હતું કે આ બીમારી સામે આરોગ્ય વિભાગ દ્વારા જે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ તમામ મંત્રીઓને હાઈપાવર કમિટી દ્વારા જે નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે તેનાથી તમામ મંત્રીઓને માહિતગાર કર્યા હતા અને પ્રેઝન્ટેશન ની વિગતો રજુ કરી હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આજે અનલોક ચાલુ છે અને લોકડાઉન ભૂતકાળ બની ચૂક્યો છે પરંતુ સંક્રમણ ચાલુ છે તે ભૂલવું જોઈએ નહીં એટલું જ નહીં નજીકના ભવિષ્યમાં પણ કોરોનાવાયરસ નો અંત નથી દેખાતો ત્યારે રાજ્યના નાગરિક સરકારે બનાવેલા તમામ નિયમોનું ફરજીયાત પાલન કરે જેમ કે સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેમજ માસ્ક પહેરવાની અપીલ સાથે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય વિજય ભાઈ એ કર્યો છે. જેમાં પ્રધાનમંડળ ના તમામ મંત્રીઓ દ્વારા જન જાગૃતિ માટે અનલોક બાદ ના નવા નિયમો માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement