હોસ્ટેલની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર જામટીંબડીનો બે સંતાનનો પિતા ઝડપાયો

03 June 2020 06:47 PM
Rajkot Crime
  • હોસ્ટેલની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર જામટીંબડીનો બે સંતાનનો પિતા ઝડપાયો

મોરબી રોડ પર આવેલી દેવ દ્વારિકાધીસ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું:કોરોના નો રિપોર્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ,તા.3
રાજકોટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી એક કિશોરીને ઉપલેટાનાં જામટીંબડી ગામે રહેતા બે સંતાનોના પિતા હુશેન ભીખાભાઈ ઠેબાએ એક હોટલમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કુવાડવા પોલીસમાં નોંધાઈ હતી જેનાં આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ થઈ છે આ મામલે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ભોગ બનનાર છાત્રાના દાદીએ પોલીસને કહ્યું કે,તેની પૌત્રી રાજકોટની જે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે ત્યાંથી ફોન આવ્યો હતો કે તમારી છોકરી ક્યાંક જતી રહી છે. જેથી તેનો પુત્ર તપાસ કરવા આવ્યો હતો અને તેમની પૌત્રીને શોધી બીજા ગામમાં સગાને ત્યાં મોકલી દીધી હતી.ત્યારબાદ પૌત્રી ઘરે આવતાં તેણે પૂછતાં કહ્યું કે,તે હોસ્ટેલમાં હતી ત્યારે આરોપી ત્યાં રિક્ષા લઈને આવ્યો હતો અને તેને બહાર બોલાવી રિક્ષામાં બેસાડી મોરબી રોડ પર આવેલી દેવ દ્વારકાધીશ હોટલમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.બહાર નીકળી આ વાત કોઈને કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
આ બનાવ મામલે સમાધાન પણ થઈ ગયું હતું.આમ છતાં આરોપી તેની માતા સાથે ફરિયાદીનાં ઘર તરફ ધસી ગયો હતો અને બહાર ઊભા રહી ’તારી દીકરી લઈ જવી છે’ તેમ કહી જતો રહ્યો હતો.બાદમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.તપાસ એસસીએસટી સેલનાં એસીપી પટેલ સહીતના સ્ટાફે આરોપી હુસેન ભીખા ઠેબા(રહે.જામટીબડી,ઉપલેટા) ની ધરપકડ કરી હતી.તેમને પણ બે સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.હાલ આરોપી નો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement