ડીવીઆર ચેક કરતી વેળાએ લાગેલી આગમાં દાઝી ગયેલા કારખાનેદારનું મોત

03 June 2020 06:46 PM
Rajkot Crime
  • ડીવીઆર ચેક કરતી વેળાએ લાગેલી આગમાં દાઝી ગયેલા કારખાનેદારનું મોત

શોક સર્કિટના લીધે આગ લાગી છતાં ચોક્કસ કારણ જાણવા એફએસએલ દ્વારા તપાસ : બે બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં માતમ : રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા કારખાનામાં

રાજકોટ તા.3
કોઠારીયા મેઈન રોડ પર આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગતા આ આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા કારખેનાદર પટેલ યુવાનનું મોત થયું છે.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ દેવપરા પાસેના વિવેકાનંદનગર શેરી ન. 14 મા રહેતા કોઠારીયા મેઈન રોડ પર આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવનાર અશ્વિનભાઈ મગનભાઈ પાનસુરીયા (ઉ.વ33) ગઈકાલ સાંજે તેમના કારખાને હતા ત્યારે આગ લાગી હતી. કારખાનામાં આગ લાગ્યાની જાણ થતાં કોઠારીયા રોડ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો સ્ટાફ એક ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
પરંતુ આગમાંકારખાનાના માલિક અશ્વિનભાઈ પણ ગંભીર રીતે દાઝી જતાં તેને 108માં સિવિલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ હતું. કારખાનેદાર બે બહેનના એકના એક ભાઈ હતા.તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આગની આ ઘટના અંગે થોરાળામાં પીએસઆઈ એચ.બી.વડાવીયા તપાસ બાદ જણાવ્યું કે, અશ્વિનભાઈ કારખાનાનાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી સાંજે ખુરશી પર ગાદલું રાખી તેની ઉપર ચડી ડીવીઆર ચેક કરતાં હતા ત્યારે ડીવીઆર માં શોર્ટ સર્કિટ થતા ભભૂકેલી આગમાં સખત રીતે દાઝી ગયા હતા.


Related News

Loading...
Advertisement