મેડીકલ કોલેજના ડો. ગઢવીની બદલી રદ: ડો. મોદી બદલાયા

03 June 2020 06:45 PM
Rajkot
  • મેડીકલ કોલેજના ડો. ગઢવીની બદલી રદ: ડો. મોદી બદલાયા

ગઢવીને રાતોરાત ભાવનગર મુકી દેવાતા મેડીસીન વિભાગના 10 ડોકટરોએ એક સાથે રાજીનામા ધરી દીધા હતા: સિવિલ હોસ્પિટલનો આંતરિક વિવાદ ચરમસીમાએ: માઈક્રો બાયોલોજીસ્ટ ડોકટરની બદલી

રાજકોટ તા.3
રાજકોટમાં મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ડો. ગઢવીની બદલીનો હુકમ રદ થયો છે અને ડો. મોદીની જામનગર ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક એલ.કે.ગઢવીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવતા એક સાથે 10 ડોકટરોએ રાજીનામા ધરી દીધા હતા.
મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા ડો. એસ.કે.ગઢવી જુનીયર તબીબોને વિવિધ બાબતોમાં મદદરૂપ થતા હોય છેલ્લા લાંબા સમયથી મેડીકલ કોલેજ ખાતે સિવિલ હોસ્પીટલના તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદમાં ડો. એમ.કે.ગઢવીની બદલીનો ભાવનગર ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. ડો.ગઢવીની બદલીનો હુકમ થતા મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના તબીબો ડો. ત્રિવેદી, ડો. અનડકટ, ડો. ગંભીર, ડો. પંચાલ, ડો. બુધરાણી, ડો. મકવાણા, ડો. રાઠોડ અને ડો. પી.એસ.પાટીલે રાજીનામા ધરી દીધા હતા.
પરંતુ વિવાદના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચતા ડો. ગઢવીની બદલીનો હુકમ રદ કરવામાં આવ્યો હતો અને તેમના સ્થાને માઈક્રો વિભાગના ડો. પ્રકાશ મોદીની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.
ડો. પ્રકાશ મોદીની રાજકોટથી જામનગર બદલી કરવામાં આવી છે. ડો. ગઢવીની બદલી અને બદલીનો હુકમ રદ થવાની બાબતે તબીબી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.


Related News

Loading...
Advertisement