દ્વારકાના દરીયામાં કરંટ: દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન

03 June 2020 05:15 PM
Jamnagar Gujarat Saurashtra
  • દ્વારકાના દરીયામાં કરંટ: દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સમુદ્ર કાંઠે લોઢ ઉછળે છે: તંત્ર એલર્ટ સતત વોચ

રાજકોટ તા.3
અરબી સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઈ મહારાષ્ટ્ર તરફ જતા સૌરાષ્ટ્ર માથેથી વાવાઝોડાની આફત ટળી છે.વાવાઝોડાની અસરરૂપે દ્વારકા, અમરેલી ગીર સોમનાથ, જુનાગઢ, જીલ્લાનાં દરીયાઈ વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે અને દરીયાઈ કરંટ સાથે મોજા ઉછળતા દરીયાઈ વિસ્તારનાં લોકોને સાવધ કરાયા છે.
દ્વારકામાં આજે સવારથી દરીયા કિનારે મોટા મોજા ઉછળી રહ્યા છે.ગોમતીઘાટ પર મોટામોજા ઉછળી રહ્યા છે.
દ.ગુજરાત તરફ આવી રહેલુ નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયુ છે.વાવાઝોડાનાં કારણે સુરત જીલ્લામાં દરીયાકાંઠાના ડુમસ સુલતાનાબાદ, મગદલ્લા અને ખેજાદમાં હજુરા, સૂવાલી, ધમકો, ઉબેર, ઓલપાડ, લવાછા, ભગવા,દેણસા, મોટા પારડી, ઝાંખરી કરંજમાંથી 1672 લોકોનું સાવચેતીનાં ભાગરૂપે સ્થળાંતર કરાયુ છે.
વલસાડ જીલ્લાનાં દરીયાકાંઠે ઉંચા મોજા ઉછળતા દરીયાકાંઠાનાં 35 ગામોને એલર્ટ કરાયા છે વલસાડ તાલુકાનાં 18, પારડીનાં 4 અને ઉમરગામના 13 ગામોનાં ગ્રામજનોને એલર્ટ કરાયા છે. નિસર્ગ વાવાઝોડાની અસર સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે સૌરા.ગુજરાતનાં સમુદ્ર કાંઠે લોઢ ઉછળી રહ્યા છે વહીવટી તંત્ર એલર્ટ રહ્યું છે.


Related News

Loading...
Advertisement