જંગલેશ્વરમાં અંકુર સોસાયટી સિવાયના વિસ્તારમાંથી પતરા હટાવાયા: માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોનમાં હવે 30000ના બદલે 1700 લોકો

03 June 2020 04:25 PM
Rajkot Saurashtra
  • જંગલેશ્વરમાં અંકુર સોસાયટી સિવાયના વિસ્તારમાંથી પતરા હટાવાયા: માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોનમાં હવે 30000ના બદલે 1700 લોકો
  • જંગલેશ્વરમાં અંકુર સોસાયટી સિવાયના વિસ્તારમાંથી પતરા હટાવાયા: માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોનમાં હવે 30000ના બદલે 1700 લોકો
  • જંગલેશ્વરમાં અંકુર સોસાયટી સિવાયના વિસ્તારમાંથી પતરા હટાવાયા: માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોનમાં હવે 30000ના બદલે 1700 લોકો

અંકુર સોસાયટીના 400 મકાનો માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોનમાં: પોલીસ બંદોબસ્ત વચ્ચે પતરા હટાવવાની કામગીરી કરાઈ

રાજકોટ તા.3
કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓને ક્નટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. બે માસથી વધુ સમય અહીના લોકો ક્નટેનમેન્ટ ઝોનમાં રહ્યા બાદ આજે અહી રહેનાર 30000માંથી 1700 લોકો સિવાયના રહેવાસીઓને મુક્તિ મળી છે. સરકારમાં કરેલી દરખાસ્તના પગલે આજરોજ જંગલેશ્વર વિસ્તારમાંથી પતરા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

સમગ્ર રાજયમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો. ત્યારબાદ થોડા દિવસો પછી અહી એક સાથે સંખ્યાબંધ કેસો સામે આવ્યા હતા જેથી જંગલેશ્વર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. અહીના લોકો બહાર આવન જાવન ન કરી શકે તે માટે વિસ્તારની તમામ સોસાયટીઓ અને શેરીઓને પતરાથી સીલ કરી દેવામાં આવ્યો હતો.

દરમ્યાન લોકડાઉનના નિયમોમાં છૂટછાટ મળતા અને અહી કેસો નિયંત્રણમાં આવતા અહીની અંકુર સોસાયટી સિવાયના વિસ્તારોને ક્નટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી તે દરખાસ્તના પગલે આજરોજ અંકુર સોસાયટી સિવાયના વિસ્તાર કે જેમાં જંગલેશ્વરની શેરી નં. 1થી37 મહાત્મા ગાંધી સોસાયટી, નિલમ પાર્ક, લેઉવા પટેલ સોસાયટી, બુદ્ધનગર સોસાયટી, રાધાક્રીષ્નનગર, આરએમસી કવાર્ટર, ભારત વન, ગોકુલનગર, તક્ષશીલા, ગ્રીનપાર્ક, વિવેકાનંદનગર, મેહુલનગર, નિલકંઠ પાર્ક અને મહેશ્ર્વરી સોસાયટી સહિતના વિસ્તારોને ક્નટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આજરોજ જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકુર સોસાયટી સિવાયના વિસ્તારોમાંથી પતરા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ જંગલેશ્વરમાં 30000 લોકો ક્નટેનમેન્ટ ઝોનમાં હતા પરંતુ હાલ અંકુર સોસાયટીના 400 મકાનોના 1700 જેટલા લોકો હવે માઈક્રો ક્નટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ છે.


Related News

Loading...
Advertisement