ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવમાં 400થી વધુ કેસ નોંધાયા

03 June 2020 04:18 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવમાં 400થી વધુ કેસ નોંધાયા

મૃત્યુઆંક પણ રાજયનો 6.2 ટકા જેવો ઉંચો: જો કે ડીસ્ચાર્જ રેટ પણ 67.5 ટકા થયો

અમદાવાદ તા.3
ગુજરાતમાં સરકાર હવે લોકડાઉનની સ્થિતિ સાવ હળવી બનાવીને જે રીતે લોકોને કોરોનાથી દૂર કરવા પ્રયત્ન કરી રહી છે પરંતુ કોરોના વધુને વધુ નજીક આવી રહ્યો છે અને રાજયમાંસતત ચોથા દિવસે કોરોનાના 400થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે અને રાજયનો કુલ પોઝીટીવ આંક 17,632 થયો છે. અને તેના કારણે ગુજરાત થોડોસમયહજુ કોરોનાથી મુકત થઈ શકશે નહીં તે નિશ્ર્ચિત બન્યુ છે.
ગઈકાલે સાંજે જાહેર થયેલા સરકારી બુલેટીન પ્રમાણે રાજયમાં નવા415 કેસ નોંધાયા છે જેમાં 279 ફકત અમદાવાદમાં જ છે. જયારે સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15 કેસ થયા છે. રાજયમાં આ સમયગાળાદરમ્યાન વધુ 29 મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક 1092 થયો છે. રાજય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એકટીવ કેસ 4646 છે. જયારે અત્યાર સુધીમાં 11894 લોકોને કોરોનાની સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે પરંતુ છેલ્લા ચાર દિવસની સ્થિતિ ચિંતાજનક છે. આ સમયગાળામાં 1688 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જે દર કલાકે 17.6 નવા કેસ દર્શાવે છે. જયારે મૃત્યુમાં પ્રતિ કલાકે 10.4 લોકો કોરોનાથી શ્ર્વાસ છોડયો તે નિશ્ર્ચિત થયુ છે અને રાજયનો મૃત્યુઆંક 6.2 ટકા જેવો ઉંચો જ રહ્યો છે જે દેશમાં સૌથી ઉંચો છે.


Related News

Loading...
Advertisement