શેરબજારમાં સતત તેજી: બાવન દિવસો બાદ નિફટી 10000ને પાર

03 June 2020 04:08 PM
Vadodara Business
  • શેરબજારમાં સતત તેજી: બાવન દિવસો બાદ નિફટી 10000ને પાર

સેન્સેકસમાં 512 પોઈન્ટનો ઉછાળો: બેંક શેરો ઝળકયા

રાજકોટ તા.3
મુંબઈ શેરબજારમાં આજે તેજીનો દોર ચાલુ રહ્યો હતો. હેવીવેઈટ સહિતના શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસ 500 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો. નિફટી બાવન દિવસ પછી ફરી વખત 10000ન સપાટીને કુદાવી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક હતું. વિદેશી નાણાં સંસ્થાઓ અમુક દિવસોથી જંગી ખરીદી કરતી હોવાના આંકડા આવતા સારી અસર હતી. લોકડાઉન અનલોક થયા બાદ અર્થતંત્ર ઝડપથી નોર્મલ થવા લાગવાનો અને સરકારી પેકેજ આવવાના આશાવાદથ તેજીને ટેકો મળી ગયો હતો. રેટીંગ એજન્સીઓ તથા નિષ્ણાંતોની અર્થતંત્ર વિશે ચિંતા-ચેતવણીને ડીસ્કાઉન્ટ ગણી લેવામાં આવતી હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સંસ્થાકીય જોરે તેજી છે. આવતા દિવસો કોરોના તથા અર્થતંત્ર વિશે અનિશ્ર્ચિત છે ત્યારે વર્તમાન તેજી હજુ આગળ વધીને લાંબી ચાલશે તે વિશે કહેવું વ્હેલુ ગણાશે. અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર આવતા મહીને જ સામે આવે તેમ છે.
શેરબજારમાં આજે એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, નેસલે વગેરે ઉંચકાયા હતા. ભારતી એરટેલ, ઈન્ફોસીસ, હીરો મોટો, ટીસીએસમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 512 પોઈન્ટના ઉછાળાથી 34338 હતો. નિફટી 151 પોઈન્ટ વધીને 10130 હતો.


Related News

Loading...
Advertisement