વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારતને સોપાશે

03 June 2020 03:52 PM
India
  • વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારતને સોપાશે

બેન્ક ડિફોલ્ટર-ભાગેડુને લંડનથી પરત લાવવાનું કાઉન્ટડાઉન શરૂ: લંડનમાં એન્ફોર્સમેન્ટ-સીબીઆઈએ તમામ કાનૂની કાર્યવાહી પુરી કરી: સીધો મુંબઈની આર્થરરોડ જેલમાં મોકલી અપાશે: મોદી સરકારને જબરી સફળતાનો શ્રેય

નવી દિલ્હી: દેશના હાઈપ્રોફાઈલ બેન્ક ડિફોલ્ટર્સ- વિજય માલ્યાને કોઈપણ સમયે ભારતને સોપાઈ શકે છે. માલ્યાના પ્રત્યાર્પણ સામેની તમામ કાનૂની દરવાજા બંધ થઈ ગયા છે. માલ્યાએ છેલ્લા વિકલ્પ તરીકે બ્રિટનમાં ‘રાજયાશ્રય’ માંગ્યો છે પણ તેના પર બ્રિટન સરકાર કોઈ વિચારણા થતી નથી. માલ્યાને ભારતમાં લાવવા માટેની તમામ ફોર્માલીટી લગભગ સંપન્ન થઈ છે.

એન્ફોર્સમેન્ટ વિભાગની એક ટીમ હાલ લંડનમાં છે અને માલ્યાને ભારત પરત લાવવા માટેનું એક વિમાન પણ તૈયાર રખાયુ છે અને માલ્યાને લંડનથી સીધા મુંબઈ લવાશે તથા આર્થર રોડ જેલની ખાસ સેલ પણ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માલ્યાના પ્રત્યાર્પણની મોટાભાગની પ્રક્રિયાને બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ મંજુરી આપી છે અને ગૃહમંત્રી પ્રિતિ પટેલની સહી થતા જ બાદમાં ફરી એક વખત ટ્રાયલ કોર્ટ માલ્યાને ભારતને સોપી દેવા માટે બ્રિટીશ પોલીસને આદેશ આપશે. સીબીઆઈની એક ટીમ પણ લંડનમાં છે. ભાજપ દ્વારા સમગ્ર રીતે મોનેટરીંગ કરી રહ્યું છે.

માલ્યા ભારત પરત આવે તે મોદી સરકાર માટે એક મોટી કાનૂની-રાજકીય જીત હશે. દેશમાંથી બેન્ક ડીફોલ્ટર્સ જે રીતે અબજો રૂપિયા બેન્કના ડુબાડીને વિદેશ નાસી ગયા છે તેમાં વિજય માલ્યા પ્રથમ હાઈપ્રોફાઈલ કેસ છે જે બાદ નિરવ મોદી- મેહુલ ચોકસી બન્ને પણ પરત લાવવા માટેની કાર્યવાહી તેજ બનશે.


Related News

Loading...
Advertisement