તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શુટીંગ બહુ જલદી થશે શરૂ

03 June 2020 03:52 PM
Entertainment
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શુટીંગ બહુ જલદી થશે શરૂ

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના શુટીંગને બહુ જલદી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. કોરોના વાયરસને કારણે દુનિયા લોકડાઉનમાંથી પસાર થઈ રહી હતી. લગભગ બે મહિના સુધી ટીવી-ફિલ્મનું શુટીંગ પણ બંધ રહ્યા બાદ એને મહારાષ્ટ્રમાં ચોકકસ નિયમોનું પાલન કરીને શુટીંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શુટીંગ પણ બંધ રહેતાં લોકો એની રાહ જોતા હતા. આ વિશે શોના પ્રોડયુસર અસિતકુમાર મોદીએ કહ્યું હતું કે ‘આ અમારા માટે ખૂબ સારા સમાચાર છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાહકો શોના નવા એપીસોડની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવી ગાઈડલાઈન્સને ફોલો કરીને સરકારે એપિસોડનું શુટીંગ કરવાની પરવાનગી આપી એ માટે અમે આભારી છીએ. ફાઈનલ પરમીશન મળી ગયા બાદ અમે પણ બહુ જલદી શુટીંગ શરૂ કરીશું. એક વાર એ મળી ગયા બાદ અમે અમારા દર્શકોને ફરીથી કવોલિટી એન્ટરટેઈનમેન્ટ પુરુ પાડીશું. લોકડાઉનમાં પણ અમારો શો લોકોમાં પોઝીટીવીટી ફેલાવી રહ્યો હતો અને તેઓ ફેમીલી સાથે બેસીને એને જોતા હતા. અમે છેલ્લાં બાર વર્ષથી તેમના ચહેરા પર સ્માઈલ લાવતા હતા અને એ અમે ચાલુ જ રાખીશું. શોની ટીમ અને ક્રુ સેફ રહે એ માટે કેટલીક ગાઈડલાઈન્સ આપવામાં આવી છે અને એને અંતર્ગત અમને સરકાર તરફથી ફાઈનલ પરવાનગી મળતાં જ શુટીંગ શરૂ કરીશું, આ સમય દરમ્યાન અમે નવી સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા અને દર્શકોને એ પસંદ પડશે એવી આશા છે.’


Related News

Loading...
Advertisement