જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડનો એક પ્રવેશ ગેઇટ બંધ કરાયો

03 June 2020 03:01 PM
Jamnagar Saurashtra
  • જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડનો એક પ્રવેશ ગેઇટ બંધ કરાયો

બસ સ્ટેન્ડ ઉપર માત્ર બે જ ગન: સેનીટાઇઝેશનની સુવિધાનો અભાવ

જામનગર તા. 3 :
જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર આજે કોરોના વાયરસની મહામારીને લઇ એક પ્રવેશ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા મુસાફરોને થર્મોગનથી મેડીકલ ચેકઅપ કરવામાં આવતું હતું.
જામનગરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપરથી અનલોક-1 પછી જામનગરથી અનેક રૂટો ઉપર એસ.ટી.ની બસો દોડતી થઇ છે ત્યારે સલામતીના ભાગરૂપે બે પ્રવેશ ગેઇટમાંથી એક પ્રવેશ ગેઇટ ઉપર એસ.ટી. બસને મુકીને બંધ કરી દેવાયો હતો. જયારે ઇન્ડોર પ્રવેશ ગેઇટ ચાલુ રાખવામાં આવેલ છે. આ ગેઇટ ઉપરથી કોઇ પણ પ્રવાસી પ્રવેશ કે તો તેને થર્મો ગનથી મેડીકલ ચેકકપ એસ.ટી.નો કર્મચારી કરે છે પછી જ પ્રવેશપાત્ર બને છે.
જો કે એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર કોઇ જ જગ્યાએ પ્રવાસીઓ માટે સેનેટાઇઝરની સુવિધા રાખેલ નથી જે ગંભીર બાબત ઉડીને આંખે વળગે તેવી બની છે. સરકાર દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર પ્રવાસીઓ માટે કોરોના વાયરસના સંદર્ભ જે વ્યવસ્થા અને નિયમને અમલ કરવો જોઇએ તે કરવાની બાબતમાં એસ.ટી. બસ સ્ટેન્ડ જામનગરનું તંત્ર ઉળુ ઉતરીયું છે. સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.
જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર માત્ર બે જ થર્મો ગન છે. જેનાથી તપાસણી પ્રવાસીઓની કરવાની હોય જેથી લાંબો સમય લાગે છે. જેથી મુસાફરોને વિના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી હોવાનો સુર પ્રવાસીઓએ વ્યકત કર્યો હતો.
જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર કોરોના સંદર્ભની સુચનાઓ પ્રવાસીઓને આપવામાં આવી રહી છે. ત્યારે એસ.ટી. તંત્ર દ્વારા પણ આ નિયમોનો અમલ થાય તે જરૂરી છે. એવું પણ જાણવા મળે છે કે જામનગરથી ઉપડતી એસ.ટી. ના રૂટોમાં ચાલતી બસોમાં મુસાફરોને ઉભા ઉભા પણ મુસાફરી કરવાની છુટ આપવામાં આવી રહી છે. જો તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.


Related News

Loading...
Advertisement