કાલાવડ-રાજકોટમાં સેવાની જયોત : ડો.સાવલીયા આંખની હોસ્પિટલનો પંદરમાં વર્ષમાં પ્રવેશ : શુભેચ્છા

03 June 2020 02:22 PM
Jamnagar
  • કાલાવડ-રાજકોટમાં સેવાની જયોત : ડો.સાવલીયા આંખની હોસ્પિટલનો પંદરમાં વર્ષમાં પ્રવેશ : શુભેચ્છા

એમીનન્સ એવોર્ડથી સન્માનિત ડો.અનુરથ સાવલીયાએ તબીબને વ્યવસાય નહી સેવામાની અનેક લોકોની મામુલી દરે કરી છે સારવાર

(રાજુભાઇ રામોલીયા)
કાલાવડ તા.3
આરોગ્ય, શિક્ષણ તેમજ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કાલાવડ તાલુકાના પનોતા પુત્ર અને નામાંકીત આંખના સર્જન ડો.અનુરથ સાવલીયાની ડો.સાવલીયા હોસ્પિટલ 15 વર્ષથી કાલાવડમાં કાર્યરત છે. તેમજ ચાર વર્ષથી રાજકોટમાં સત્યસાઇ રોડ, આત્મીય કેમ્પસની પાછળ, પાવન પાર્ક સામે, રાજકોટમાં સેવાની સુવાસ સાથે કાર્યરત છે.
અત્યાર સુધીમાં 15000થી વધુ સફળ આંખના ઓપરેશન કરેલ છે. તેમજ જરૂરીયાતમંદોના 50 ટકાથી વધુ ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીના પ્રથમ સપ્તાહથી જ લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ડો.અનુરથ સાવલીયા કાલાવડ સ્થિત પોતાનો ડો.સાવલીયા હોસ્પિટલ કાર્યરત રાખી પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એક મહિનો વિનામુલ્યે જરૂરીયાત મંદોની પરિવારની ચિંતા કર્યા વગર એક મહિનો વિનામુલ્યે જરૂરીયાત મંદોની સારવાર કરી એક ખરા અર્થમાં માનવ સેવાની સુવાસ સાથે એક કોરોના વોરીયસની સાચી ભૂમિકા અદા કરી પ્રજાની સેવા કરી છે. જે એક ડો.સાવલીયા હોસ્પિટલની પ્રેરણાદાયક સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
તદઉપરાંત ડો.સાવલીયાના 15 વર્ષના તબીબી સેવાના કાર્યકાળ દરમિયાન ફ્રી આઇ કેમ્પ, નેત્રમણી આરોહણ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુકિત, નેત્રદાન, દેહદાન, ગરીબ વિદ્યાર્થીઓને મદદ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, સમુહ લગ્નોત્સવ, પરિવારોના સ્નેહમિલન, તદઉપરાંત સ્પોર્ટસને પ્રોત્સાહન આ પ્રકારના અનેક સમાજ સેવાના કાર્યો પ્રત્યે હરહંમેશ અગ્રેસર રહી તબીબી ક્ષેત્રે આગવુ નામ ધરાવી ડો.સાવલીયા હોસ્પિટલનું નામ જામનગર જિલ્લા સહિત રાજકોટમાં પણ રેશનકર્યુ છે.
તેમજ ગત વર્ષે જ માનવતાવાદી આંખના ડોકટર તરીકે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેઝાન પદમશી દ્વારા ડો.અનુરથ સાવલીયા એમીનન્સ એવોર્ડ એનાયત કરી બીરદાવ્યા હતા. જે કાલાવડ તાલુકા સહિત જામનગર અને રાજકોટ જિલ્લાનું
ગૌરવ વધારી ડો.સાવલીયા હોસ્પિટલનું નામ ગુજરાતભરમાં રોશન કર્યુ છે.
જેથી જે આરોગ્ય, શિક્ષણ તેમજ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કે આંખના સર્જન ડો.અનુરથ સાવલીયા જેની ડો.સાવલીયા હોસ્પિટલનો પંદરમાં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. ત્યારે ડો.અનુરથ સાવલીયાને સતત સેવાના માઘ્યમથી તબીબી વ્યસાય કરી હરહંમેશ લોકોની સેવા કરતા રહો તેમજ આપણી ડો.સાવલીયા હોસ્પિટલ સતત આવા સેવાના કાર્યો સાથે જોડાયેલી રહી ઉત્તરોતર શિખરો સર કરે તેવી શુભકામનાઓ સાથે ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.


Loading...
Advertisement