ગોંડલમાં બંધના એલાન સંદર્ભે પકડાયેલ આગેવાન જામીન પર છુટયા : કોર્ટનો ચુકાદો

03 June 2020 02:20 PM
Gondal
  • ગોંડલમાં બંધના એલાન સંદર્ભે પકડાયેલ આગેવાન જામીન પર છુટયા : કોર્ટનો ચુકાદો

યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડરે અદાલતના દ્વાર ખખડાવ્યા

ગોંડલ, તા. 3
ગોંડલ શહેરમાં એક સપ્તાહ પહેલાં પાંજરાપોળ પાસે બે જૂથ વચ્ચે પશુધનને બચાવવા બાબતે સર્જાયેલ બબાલ બાદ પોલીસ તંત્રે ફરિયાદ નોંધી હતી અને ગોંડલ બંધના અપાયેલા એલાનના સંદર્ભે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડરની ઓફિસ ઉપર પોલીસે દરોડો પાડી હથિયારો જપ્ત કર્યાની ખોટી ફરિયાદ સાથે ગ્રુપના ફાઉન્ડર વિરુદ્ધ કાવતરુ ઘડવાની કલમ નોંધતા તેની સામે અદાલતના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.
ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં રક્તદાન કેમ્પ, લોકડાઉન માં ભૂખ્યાને ભોજન સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ ના ફાઉન્ડર નિખિલભાઇ દોન્ગા વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી ગોંડલ બંધના એલાનમાં કાવતરું ઘડવા સહિતની ખોટી ફરિયાદ નોંધતા રોષ ફેલાવા પામ્યો હતો ખોટી ફરિયાદના વિરોધમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દ્વારા અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા આજરોજ તેમના આગોતરા જામીન મંજૂર થવા પામ્યા હતા તેમના વકીલ તરીકે પરેશભાઈ રાવલ દ્વારા અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી.


Loading...
Advertisement