સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત

03 June 2020 01:17 PM
Junagadh Rajkot Saurashtra
  • સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત
  • સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત
  • સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત
  • સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત
  • સોરઠમાં સાર્વત્રિક 0.5 થી 2.5 ઇંચ : અન્યત્ર ઝાપટા : હજુ 24 કલાક વરસાદનો સંકેત

વાવાઝોડુ આંશિક ફળ્યુ : સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા સમયે ભીમઅગ્યિારસનું મુર્હુત સાચવતા મેઘરાજા : તોફાની પવનથી લાઠોદ્રામાં દરવાજો પ્રૌઢ પર પડતા મોત : સાવરકુંડલા પંથકમાં વિજળી પડતા 16 બકરાના મોત : સાવચેતીના ભાગરૂપે બંદરો પર આપાત્કાલીન સુરક્ષા દળો, વહિવટી તંત્ર દ્વારા સતત રાખવામાં આવી રહી છે નજર : તલ, મગ, જુવાર, મગ, મગફળી, કપાસ, કેરીના પાકને મોટુ નુકશાન

રાજકોટ તા.3
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક હજુ વરસાદ વરસી જવાની આગાહી વચ્ચે આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ સુધી જયારે અમરેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, સોમનાથ, દ્વારકા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જિલ્લામાં મીની વાવાઝોડા સાથે કયાંક તોફાની તો અમુક સ્થળે શાંત રીતે હળવા ભારે ઝાંપટા વરસી ગયા હતા. લાંબા સમયે ભીમઅગ્યિારસનું મુર્હુત મેઘરાજાએ સાચવતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા અને વાવણી કાર્યનો આરંભ કરવામાં લાગી ગયા હતા.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ખાબકેલા વરસાદ વચ્ચે સોરઠ-સોમનાથ પંથકમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો હોર્ડીગ્ઝ બેનરો ઉડયા હતા. જેમાં માળીયા હાટીનાના લાઠોદ્રા ગામે જે ડેલાની ઓથે વરસાદથી બચવા પ્રૌઢ બેઠા હતા તે ડેલો જ તૂટી પડતા તેની નીચે દબાઇ જવાથી આ પ્રૌઢનું મોત થયું હતું. જયારે સાવરકુંડલાના ગામે વિજળી ખાબકતા 16 બકરાના મોત થયા હતા અને 20 બકરાને સારવાર અપાઇ હતી.

દરમિયાન નિસર્ગ વાવાઝોડાની હજુ આગામી 36 કલાક સુધી અસર રહેવાની શકયતાને ઘ્યાને લઇ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ સ્થળે વહિવટીતંત્રને એલર્ટ પર રખાયું છે. જેમાં બંદરો પર ભયસુચક સિગ્નલો રાખી માછીમારોને દરીયામાંથી સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ તમામ સાગરકાંઠાના તાલુકામાં એનડીઆરએફની ટીમે મોરચો સંભાળી લઇ જે વિસ્તાર વાવાઝોડાથી વધુ પ્રભાવીત થવાની શકયતા હોય તેવા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો ખતરો ઘટી ગયો છે. પરંતુ આવતીકાલ સુધી મોટા ભાગે ભારે મઘ્યમનો કયાંક ભારે વરસાદ વરસી જવાની શકયતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ગઇકાલે એકબાજુ ધુંપછાંવના માહોલ વચ્ચે ગરમી બફારાથી લોકો ત્રસ્ત રહ્યા બાદ ગઇકાલે બપોરબાદ જેતપુર, ગોંડલ, ધોરાજી, મોટીમારડ, ઉપલેટા, જસદણ પંથકમાં હળવા ઝાંપટા વરસી ગયા હતા. રાજકોટમાં વાતાવરણ બન્યું હતું. પરંતુ વરસાદ થયો હતો નહી શહેરનું લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 69 ટકા ભેજ અને પવનની જડપ 6 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. તો ગઇકાલે મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ સવારથી આકાશમાં વાદળાની અવર-જવર ચાલુ રહી હતી.

વિરપુર
સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે વાવાઝોડાની અસર યાત્રાધામ વીરપુર જલારામ પણ જોવા મળી હતી,સવારનો ભારે બફારા અને અસહ્ય ગરમી બાદ બપોરે ભારે પવન ફૂંકાયો હતો અને આકાશ માં ધૂળની ડમરીઓ ઉડી હતી ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ અસહ્ય ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો.

ગોંડલ
ગોંડલ પંથકમાં ઉનાળાના અસહ્ય તાપ વચ્ચે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં ખાસ કરીને ગોંડલ પંથકના બિલિયાળા, સેમળાં, ભુણાવા, ભરૂડી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે. જેને લીધે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીથી આંશિક છુટકારો પણ મળ્યો છે.

સાવરકુંડલા
સાવરકુંડલા તાબાના ઠવી, જેજાદ, વાશીયાળી, નાળ ગામમાં બપોરે 2 થી 3 વાગે જોરદાર 2 કલાક થી વધું વરસાદ પડેલ પવન ના સુસવાટા મારતા અને વીજળીના કડાકા વચ્ચે વરસાદ શરૂ થયેલ.નાળ ગામે પાતાભાઈ ભગવનભાઈ બમ્બા પોતાના 50 થી વધુ બકરા ચરાવા નાળ ગામે ડેમ ના કાંઠા ઉપર હતા ત્યાં એકાએક વીજળી પડતા સ્થળપર 16 બકરા મૃત્યું પામેલ અને 20 થી વધુ બકરા ઘાયલ થયેલ છે.આ ગામ માં વરસાદ થી નદી નાળા છલકાઇ જાવા પામેલનાળ આસપાસના ડુંગરાળ વિસ્તારમાં 2 થી વધુ વરસાદ પડી જતા સ્થાનિક નદીમાં પુર આવેલ.વિજપડી ધાંડલા વચ્ચે અનેક ખેતરો અને રોડ ઉપર પાણી ભરાઇ ગયેલ.

સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા ના અને ભારે વરસાદના આગાહીના કારણે દરિયાઈ પટ્ટી તેમજ પ્રભાવિત વિસ્તાર ને તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યું હતું ત્યારે વિસાવદરમાં પણ આ ભારે વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી હતી જેમાં બોપર બાદ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને એકાએક ભારે પવન અને મારે વરસાદ ભારે વરસાદ ના કારણે વ્યાપક પ્રમાણમાં ધરતીપુત્રોને નુકસાન થયું હતું તેમજ વીજ પોલ અને તોતિંગ વૃક્ષો પણ આ પવનમાં ધરાશય થયા હતા જ્યારે કોઈ પણ જાતની જાનહાની ના સમાચાર મળ્યા નથી તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આવેલ કપાસ અને મગફળી નો જથ્થો પણ ઘણો ખરો પલડી ગયો હતો.

ટંકારા
ટંકારામાં વાવાઝોડાની અસરના કારણે આજે આખો દિવસ ભારે ગરમી અને ઉકળાટ રહેલ. સાંજના વાતાવરણમાં પલટો આવે આકાશ વાદળોથી છવાઇ ગયેલ. સાંજે 6:45 આસપાસ વરસાદ શરૂ થયેલ અને વીસેક મીનીટ જોરદાર ઝાપટું પડેલ. રોડ રસ્તા તથા બજારોમાં પાણીના વહેણ શરૂ થયેલા મેઘરાજાએ ભીમ અગિયારસ નું શુકન સાચવેલ છે લોકોમાં ગરમીમાં રાહતની લાગણી ફેલાઈ છે.


Related News

Loading...
Advertisement