રાજકોટના યુવાનોની પ્રશંસનીય પહેલ ગુજરાતના મહત્વના તિર્થ સ્થાનોમાં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો

03 June 2020 01:15 PM
Veraval Rajkot Saurashtra
  • રાજકોટના યુવાનોની પ્રશંસનીય પહેલ ગુજરાતના મહત્વના  તિર્થ સ્થાનોમાં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો

વેરાવળ તા.3
પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરને રાજકોટના યુવાનો દ્વારા દસ સેનીટાઇઝ મશીનો લીકવીડ સાથે આજરોજ અર્પણ કરવામાં આવેલ છે. રાજકોટના યુવાનોમાં આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા સહીતના દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે જે સેનીટાઇઝર લીક્વીડ સાથે મશીનો ગુજરાતના તમામ મોટા ધાર્મિક સ્થાનોમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે

જેનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે 10 મશીન સેવામાં આપી કરેલો હતો. આજરોજ ટ્રસ્ટના વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે આકાશ દાવડાએ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ને મશીનો આપેલ હતા, આ પ્રસંગે વિશેષ સેવા બદલ તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.


Related News

Loading...
Advertisement