અમરેલી જિલ્લામાં ભીમ અગિયારના તહેવારે જુગાર રમતા 61 પત્તાપ્રેમીઓ લોકઅપમાં પહોંચ્યા

03 June 2020 12:58 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં ભીમ અગિયારના તહેવારે જુગાર રમતા 61 પત્તાપ્રેમીઓ લોકઅપમાં પહોંચ્યા

અમરેલી, લાઠી, બાબરા, વડીયામાં પોલીસ જામેલી બાજી પર ત્રાટકી

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.3
સામાન્ય રીતે કેટલાંક લોકો ભીમ અગિયારનાં તહેવારમાં જુગાર રમવા માટે બાજી ગોઠવે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચનાથી સોમવારે જિલ્લાભરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ સામે ડ્રાઈવ ગોઠવી જાહેરમાં જુગાર રમતાં 61 પતાપ્રેમીઓને કુલ રૂા. 1,8ર,પ60નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ બનાવમાં અમરેલી જિલ્લાનાં મોટા ઉજળા ગામે રહેતા 6 જેટલા ઈસમોને પોલીસે રોકડ રકમ રૂા. 1પ340, મોબાઈલ ફોન નંગ-4 તથા મોટર સાયકલ નંગ-3 મળી કુલ રૂા. 9પ840નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે ભીંગરાડ ગામે રહેતા 4 ઈસમોને રોકડ રકમ રૂા. 11ર30 સાથે ઝડપી લીધા હતા. જયારે મતીરાળા ગામેથી 1પ ઈસમોને રોકડ રકમ રૂા. ર68પ0ની મતા સાથે ઝડપી લીધા હતા. લાઠી શહેરમાંથી 10 ઈસમોને રોકડ રકમ રૂા. 8980ની મતા સાથે, મીયા ખીજડીયા ગામે 3 ઈસમોને રૂા. 36પ0ની રકમ સાથે, અમરાપરામાંથી 3 ઈસમોને રોકડ રકમ રૂા. 1પર0ની રકમ સાથે, બાબરામાંથી 3 ઈસમોને રૂા. 600, નાની કુંકાવાવ ગામેથી 6 ઈસમોને રોકડ રકમ રૂા. રપ8પ0, મોબાઈલ ફોન-3 મળી કુલ રૂા. ર73પ0સાથે, ધારીનાં વાઘાપરા વિસ્તારમાંથી 3 ઈસમોને રોકડ રકમ રૂા. 4390 તથા ડુંગર ગામેથી 8 ઈસમોને રોકડ રકમ રૂા. ર1પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા જુગાર રમવાની આદત ધરાવતાં જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

વડિયા પોલીસ દ્વારા આજે ઇશ્વરીયા ગામેથી 10 શખ્સો 11660ના મુદ્ામાલ સાથે, માયાપાદરગામેથી 1ર શખ્સો 13840 ના મુદામાલ સાથે, દેવલકી ગામે 1ર શખ્સો18070 ના મુદામાલ સાથે એમ કુલ મળી ને એક જ દિવસમાં જુદી જુદી ત્રણ જગ્યાએથી કુલ 34 શકુનિઓને43પ70 રૂા.ના મુદામાલ સાથે વડીયા પોલીસે ઝડપી જુગાર ધારા કલમ 1ર મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

અમરેલીના હનુમાનપરામાં માલાભાઇ સનાભાઇ દેવીપુજક, વિજયભાઇ રાજુભાઇ રાપુચા, મુકેશભાઇ મગનભાઇ ડામોર, નિલેશભાઇ નાનજીભાઇ મેહુડા, અમીતભાઇ ધીરૂભાઇ સાસકીયા, કેતનભાઇ દિપકભાઇ મકવાણા, શિવ ઉર્ફે શિવો દેવરાજભાઇ રાઠોડને જુગાર રમતા રૂા.5470નાં મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.


Loading...
Advertisement