જસદણ-આટકોટ કોરોના મુકત બન્યા

03 June 2020 12:57 PM
Jasdan
  • જસદણ-આટકોટ કોરોના મુકત બન્યા

ચાર દર્દીઓ સાજા થતા દવાખાનામાંથી રજા મળી

જસદણ તા.3
જસદણના એક અને તાલુકાના આટકોટ ગામના ત્રણ કોરોના વાઇરસના કુલ મળી ચાર દર્દીઓ કોરોના મુક્ત થયાનાં સમાચાર વહેતા થતાં જસદણ આટકોટના નાગરિકોમાં આનંદ છવાયાંની સાથોસાથ તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો જસદણ 1 આટકોટ 3 જંગવડ 1 વિરનગર 2 કુલ મળી જસદણ તાલુકામાં કુલ સાત દર્દીઓ કોરોના વાઇરસથી રાજકોટ દાખલ થયેલ જે પેકી આટકોટના ત્રણ અને જસદણના એક દર્દી મંગળવારે સાંજે સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થઈ જતાં ચાર દર્દીઓને રજા આપવામાં આવતા જસદણ અને આટકોટ કોરોનામુક્ત થયેલ છે

આ અંગે હાલ અનલોક જાહેર થતાં કેટલાંક વેપાર રોજગાર સાથે સંકળાયેલા અને કેટલાંક નાગરિકો માસ્ક બાંધ્યા વગર અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન નથી કરતાં તેની સામે કડક વલણ અપનાવવું જરૂરી છે હાલ બને ગામો કોરોના મુક્ત થયાં છે ત્યારે નાગરિકોએ સાવચેતી રાખવી અતિ જરૂરી છે.


Loading...
Advertisement