અમરેલી જિલ્લામાં તોફાની વરસાદ : સાવરકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 બકરાનાં મૃત્યુ

03 June 2020 12:56 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં તોફાની વરસાદ : સાવરકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 બકરાનાં મૃત્યુ
  • અમરેલી જિલ્લામાં તોફાની વરસાદ : સાવરકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 બકરાનાં મૃત્યુ

ડુંગરાળ વિસ્તારમાં બે ઇંચ વરસાદ ખાબકતા નદીમાં પુર : ખેતરો ચેકડેમોમાં પાણી ભરાયા

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.3
નાળમાં વીજળી પડતાં પશુપાલક પાતાભાઈનાં 16 બકરાઓનાં કમકમાટીભર્યા મોત થયા હતાં. ઠવી, જેજાદ, વાંશીયાળી, નાળ, વીજપડી, ઘાંડલા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં દે ધનાધન વરસાદ થતા અનેક નાળાઓ અને ખેતરોમાં પાણી વહેતા થયા તો ચેકડેમમાં નવા નીરનું આગમન થયું હતું.

અમરેલી જિલ્લામાં બુધવાર રાત સુધીમાં વાવાઝોડું ફુંકાવવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે દરિયાકાંઠાનાં જાફરાબાદ વિસ્તારમાં આજે તોફાન પહેલાની શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. તો સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડયાનાં વાવડ મળી રહૃાાં છે.

સાવરકુંડલા તાબાના ઠવી, જેજાદ, વાંશીયાળી, નાળ ગામમાં બપોરે ર થી 3 વાગે જોરદાર ર કલાકથી વધુ વરસાદ પડેલ. પવનના સુસવાટા મારતા અને વીજળીના કડાકા વચ્ચે વરસાદ શરૂ થયેલ.

નાળ ગામે પાતાભાઈ ભગવાનભાઈ બમ્બા પોતાના પ0થી વધુ બકરા ચરાવા નાળ ગામે ડેમના કાંઠા ઉપર હતા ત્યાં એકાએક વીજળી પડતા સ્થળ પર 16 બકરા મૃત્યું પામેલ અને ર0થી વધુ બકરા ઘાયલ થયેલ છે. આ ગામમાં વરસાદથી નદી-નાળા છલકાઈ જવા પામેલ. નાળ આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ર ઈંચથી વધુ વરસાદ પડી જતાં સ્થાનિક નદીમાં પુર આવેલ.વીજપડી-ઘાંડલા વચ્ચે અનેક ખેતરો અને રોડ ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement