ગિર-સોમનાથ જિલ્લામાં કોરોના સંદર્ભે કામગીરી કરનારા 38 અધિકારીઓનું સન્માન

03 June 2020 12:54 PM
Veraval
  • ગિર-સોમનાથ જિલ્લામાં કોરોના સંદર્ભે કામગીરી કરનારા 38 અધિકારીઓનું સન્માન

વેરાવળમાં એન-9પ 1000 માસ્કનું વિતરણ કરતી સંસ્થા

વેરાવળ, તા. 3
ગીર સોમનાથ જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા કોરોના વાયરસની મહામારીના સમયે કામગીરી કરનાર વહીવટી તંત્ર, આરોગ્ય, શિક્ષણ, પોલીસ વિભાગ સહીતના 38 જેટલા અધિકારીઓને કાર્યવંદના સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ છે.

કોવિડ 19 સામે લડી રહેલા ઞીર સોમનાથ જીલ્લાના કોરોના યોધ્ધાઓનું કાર્યવંદના સન્માનપત્ર આપી કૃતજ્ઞતા વ્યકત કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના સર્માહતા કલેક્ટર, એસ.પી., જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક કલેકટર, એ.એસ.પી., પ્રાંન્ત અધિકારી તેમજ તમામ મામલતદારો, ટી.ડી.ઓ., ટી.એચ.ઓ. પી.આઇ મળી 38 જેટલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવેલ હતા.

આ તકે જીલ્લા પ્રમુખ બાબુભાઇ પરમાર, મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, રાજ્ય સંઘના પ્રતિનિધી દીપકભાઇ નિમાવત, ઉપપ્રમુખ વજેસિહ ચુડાસમા સહીતના ખાસ ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

માસ્કનું વિતરણ
વેરાવળ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન ર9-એ (ગુજરાત) ની દેદા બ્રાંચ દ્રારા એક હજાર માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે.વેરાવળ તાલુકાના દેદા ગામ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં એક હજાર માસ્કનું વિતરણ કરેલ જેમાં દેદા ગામનાં સરપંચ જગમાલભાઇ સોલંકી સહીતના સાથે રહેલ હતા. દેદા ગામનાં સરપંચ તથા ગામનાં લોકો દ્રારા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનું આ માનવતા ભર્યા કાર્યની સરાહના કરેલ હોવાનું ઝોનલ ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયાએ એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement