કેશોદ-માળીયા 2.5, માણાવદર 1.5, મેંદરડા 1, વંથલીમાં 0.5 ઈંચ વરસાદ

03 June 2020 12:48 PM
Junagadh Saurashtra
  • કેશોદ-માળીયા 2.5, માણાવદર 1.5, મેંદરડા 1, વંથલીમાં 0.5 ઈંચ વરસાદ
  • કેશોદ-માળીયા 2.5, માણાવદર 1.5, મેંદરડા 1, વંથલીમાં 0.5 ઈંચ વરસાદ
  • કેશોદ-માળીયા 2.5, માણાવદર 1.5, મેંદરડા 1, વંથલીમાં 0.5 ઈંચ વરસાદ

જુનાગઢમાં 35 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા દિપાંજલી એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ, હોર્ડિંગ્સ ઉડયા: લાઠોદ્રામાં ડેલો ધરાશાયી થતા આધેડનું મોત: વિસાવદર પંથકમાં વીજ પોલ વૃક્ષો ધરાશાયી: માણાવદરમાં શાકમાર્કેટના સ્ટોલ ઉખડયા: તાલાલામાં કેરીના બોકસ પલળતા નુકશાન: ઉના-ગીરગઢડા પંથકમાં વરસાદના ઝાપટા

જુનાગઢ તા.3
ભીમ અગીયારસ ને મંગળવારના મેઘરાજાએ મહેર કરી શુકન સાચવી લીધા હતા. કારણ કે ભીમ અગીયારસના વાવણીનો વરસાદ અત્યંત સમયસર ગણાય છે. ગત વર્ષે પણ જુનાગઢ જીલ્લામાં ભીમ અગીયારસના વરસાદ થઈ જવા પામ્યો હતો તે ગઈકાલે પણ ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરી હતી.

જુનાગઢ શહેરમાં ભારે પવન 35 કી.મી.ની રફતારે ફુંકાતા જુનાગઢ વંથલી રોડ પરના દિપાંજલી એસ.ટી. બસસ્ટોપનું પીકસ્ટેન્ડને મુળમાંથી ઉખેડી રોડ પર નાખી દેતાં વાહન ચાલકો સ્હેજમાં બચી જવા પામ્યા હતા. હોર્ડીંગ્સ ધરાશાયી થઈ જવા પામ્યા હતા. વિસાવદરના માંડાવડ નજીક તોતીંગ વૃક્ષ વીજપોલ જમીનદોસ્ત થયા હતા. લાઠોદ્રા ગામે ડેલો પવને ઉખેડી નાખતા ભીખાભાઈ નારણભાઈ (ઉ.વ.55)નું મોત થયુ હતું.

સાંજે 5 કલાકે મીની વાવાઝોડા સાથે માળીયાહાટીના કેશોદમાં પ્રથમ કરા પડયા હતા બાદ પવન સાથે વરસાદ તૂટી પડતા અઢી ઈંચ જેટલો અમુક ગામડાઓમાં વરસાદ પડયો હતો. ફલડ કંટ્રોલમાં કેશોદમાં 57 મી.મી., માળીયામાં 30 મીલીમીટર, માણાવદરમાં 32 મી.મી., મેંદરડામાં 27 મી.મી., વિસાવદરમાં 10 મી.મી. વરસાદ ખાબકયો હતો.

બાકીના શહેરો ગ્રામ્ય પંથકમાં ધૂળની ડમરીઓથી આકાશમાં આંધી જોવા મળી હતી. ખેતરોમાં તલના ઉજરડા ઉડી જવા પામ્યા હતા. ખેડુતોએ તૈયાર કરેલ તલનો શોથ વળી જવા પામ્યો છે. એકથી બબ્બે કી.મી. દૂર તલના ઉભડા ઉડી જવા પામતા મોઢે આવેલ કોળીયો એક જ ઝાટકે કુદરતે ઝુંટવી લીધો હતો. ઉનાળુ મગફળી હજુ ખેતરમાં ઉભી છે. કયાંય પાથરા પડયા હતા તે પણ ઉડીને જતા રહેતા ખેડુતોની મહેનત માથે પડી હતી. ઉનાળુ બાજરીના પાકનો ભારે પવનમાં શોથ વળી જવા પામ્યો છે. પવન મીની વાવાઝોડામાં બાજરાના ખેતરો જમીનદોસ્ત થઈ જવા પામ્યા છે.

એકંદરે હજુ કોઈ જગ્યાએ સોરઠ જીલ્લામાં વાવણીલાયક વરસાદ નોંધાયો નથી. નિયમ મુજબ 15થી22 જૂનના વિધિવત ચોમાસુ બેસતું હોય છે. પરંતુ અરબી સમુદ્રમાં આવેલા કરંટ અને સાઈકલોનના કારણે વરસાદ નોંધાયો છે. માણાવદરના સણોસરા સહિતના ગામડાઓમાં વરસાદ સાંજે તૂટી પડયો હતો.

કેરી, રાવણાના બાગાયતીમાં વરસાદ સાથે ભારે પવને સોથ વાળી નાખ્યો છે. કેસર કેરી આંબે પાકી જવા પામી હતી તેમજ નાની મોટી પાક ઉપરની કેરીનો સોરઠ જીલ્લામાં જુનાગઢ વિસાવદર, મેંદરડા, વંથલી, સાસણ, માળીયા, ભેંસાણ તાલુકામાં કેરી આંબેથી ખાબકી જતાં મોટી નુકશાન થવા પામીના સમાચાર છે.

આ વર્ષે રાવણાની સીઝન ખૂબજ મોડી આવી છે. ગઈકાલના મીની વાવાઝોડાએ રાવણા પાકીને ઝુમતા હતા તેમજ કાચા પાકા અને પાક પર વળેલા રાવણાનો સોથ વળી જવા પામ્યો છે. ઈજારેદારો, ખેડુતો ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. રાવણાના ઝાડ પણ અનેક જગ્યાએ તૂટી પડયા છે. હજુ તો રાવણાબજારમાં બે દિવસથી આવતા જોવા મળ્યા હતા ત્યાંજ પવનદેવે રાવણા કેરીના પાકનો સોથ વાળી દેતાં ખેડુતો લાચાર બન્યા છે, ઈજારેદારોએ રાખેલ બગીચાઓમાં કેરી રાવણાના રણ ખરી પડતાં પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે.


Related News

Loading...
Advertisement