લોકડાઉનમાં મુમુક્ષુ આર્યકુમાર સંઘવીએ જૈન દીક્ષા અંગીકાર કરી

03 June 2020 12:34 PM
India
  • લોકડાઉનમાં મુમુક્ષુ આર્યકુમાર સંઘવીએ જૈન દીક્ષા અંગીકાર કરી

મુંબઈના લાલબાગ જૈન ઉપાશ્રય ખાતે

રાજકોટ તા.3
લોકડાઉનમાં મુંબઈ-વાલકેશ્વરના રહેવાસી, મૂળ જાહાદના મુમુક્ષુ રત્ન આર્યકુમાર સંઘવી (ઉં.16)એ આજે સવારે સરકારના નિયમાનુસાર દીક્ષાના માર્ગે પ્રયાણ કરેલ છે. દીક્ષાર્થી આર્યકુમારે મુંબઈ-લાલબાગ ખાતે પ્રવચન પ્રભાવકશ્રીજીના હસ્તે રજોહરણ પ્રાપ્ત કરેલ હતુ.

દીક્ષા મહોત્સવ અત્યંત સાદાઈથી ઉજવવામા આવેલ હતો. સરકારના તમામ નિયમોના પાલન સાથે મુમુક્ષુ આર્યકુમારે સંયમના માર્ગે પ્રયાણ કરેલ છે.


Related News

Loading...
Advertisement